લાંબા સમયથી ફૂડ ડિલિવરી એપ્સની સેવાઓને GSTના દાયરામાં લાવવાની માંગ કરવામાં આવી રહી હતી. જેને 17 સપ્ટેમ્બરે GST કાઉન્સિલની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આ નવી સિસ્ટમ 1 જાન્યુઆરી, 2022થી દેશભરમાં લાગુ કરવામાં આવી રહી છે.
જો તમે ફૂડ ઓનલાઈન ઓર્ડર કરો છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. વાસ્તવમાં એપ પરથી ફૂડ ઓર્ડર કરનારા ગ્રાહકોને ખબર હોવી જોઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા Zomato અને Swiggy જેવી ફૂડ ડિલિવરી એપ પર 5 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. આ નવો નિયમ 1 જાન્યુઆરી 2022થી લાગુ થશે.
ફૂડ ડિલિવરી એપ પર 5% ટેક્સ ચૂકવવો પડશે
કેન્દ્રીય નાણા મંત્રાલયના આદેશ અનુસાર, એપ કંપનીઓને રેસ્ટોરન્ટની જેમ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ નહીં મળે. જણાવી દઈએ કે ઘણા સમયથી ફૂડ ડિલિવરી એપની સેવાઓને GSTના દાયરામાં લાવવાની માંગ કરવામાં આવી રહી હતી. જેને 17 સપ્ટેમ્બરે GST કાઉન્સિલની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આ નવી સિસ્ટમ 1 જાન્યુઆરી, 2022થી દેશભરમાં લાગુ કરવામાં આવી રહી છે.
ગ્રાહક પર શું અસર થશે
કાયદેસર રીતે એપ પર 5 ટકા ટેક્સની સીધી અસર ગ્રાહક પર નહીં પડે, કારણ કે સરકાર આ ટેક્સ ફૂડ ડિલિવરી એપ્સથી વસૂલ કરશે. પરંતુ એવી પણ શક્યતા છે કે ફૂડ ડિલિવરી એપ્સ ગ્રાહક પાસેથી કોઈને કોઈ સ્વરૂપે 5 ટકા ટેક્સ વસૂલ કરશે. આવી સ્થિતિમાં 1 જાન્યુઆરીથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘુ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી એપમાંથી ફૂડ ઓર્ડર કરવા પર 5% ટેક્સ ચૂકવવો પડતો હતો, જેને હટાવીને એપ પર લાગુ કરવામાં આવ્યો છે. આ ટેક્સ GST હેઠળ રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ રેસ્ટોરાંમાંથી ફૂડ ઓર્ડર કરતી એપ પર લાગુ થશે. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ તે રેસ્ટોરન્ટમાંથી ફૂડ ઓર્ડર લેશે જે GST હેઠળ નોંધાયેલ છે.
National / દીકરી માત્ર માતાના ગર્ભમાં કે કબરમાં જ સુરક્ષિત છે’, લખી દીકરીએ કરી આત્મહત્યા
National / જમ્મુ-કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠકો હશે, સીમાંકન પંચે મોકલ્યો પ્રસ્તાવ, આટલી બેઠકો હશે અનામત
