Not Set/ અરવલ્લી/ માલપુરમાંથી પણ સગીર પ્રેમી યુગલનાંં ઝાડની ડાળી પર ઝુલતા મળ્યા મૃતદેહ

આ તે કેવો પ્રેમ ??? શું પ્રેમ મરવાનું શીખવી રહ્યો છે ?? યુગલો કેમ એક સાથે ઝાડ પર લટકીને જીવ આપી રહ્યા છે ? જી હા આ તમામ પ્રશ્નો થવા લાઝમી છે કારણ કે એક દિવસમાં બ-બે પ્રમી યુગલો દ્વારા એટલે કે ચાર લોકો દ્વારા ઝાડની ડાળીએ દોરડું બાંધી અત્મહત્યા કરી લઇને મોતને મીઠું કરવામાં […]

Gujarat Others

આ તે કેવો પ્રેમ ??? શું પ્રેમ મરવાનું શીખવી રહ્યો છે ?? યુગલો કેમ એક સાથે ઝાડ પર લટકીને જીવ આપી રહ્યા છે ? જી હા આ તમામ પ્રશ્નો થવા લાઝમી છે કારણ કે એક દિવસમાં બ-બે પ્રમી યુગલો દ્વારા એટલે કે ચાર લોકો દ્વારા ઝાડની ડાળીએ દોરડું બાંધી અત્મહત્યા કરી લઇને મોતને મીઠું કરવામાં આવ્યું છે. અને નવાઇની વાત તો એ છે કે બે યુગલ માંથી એક યુગલ તો હજુ સગીર વયનું હતું. જી હા..પ્રેમી અને પ્રેમીકા બંને સગીર વયનાં હતા.

વાત જાણે એમ છે કે, અરવલ્લી જિલ્લાના માલપુરમાં સગીર પ્રેમી યુગલ રવિવારે ઘર છોડી નીકળી ગયા હતા. ત્યારબાદ ગેલીમાતાના મંદિર પાછળના ડુંગર પર ઝાડની ડાળી સાથે લટકતા સગીર યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચ્યો હતી. માલપુરમાં રહેતા 17 વર્ષીય સગીર યુવકને નજીકના વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા સાથે પ્રેમ થતા એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત બન્યા હતા. અને મિલન થઇ શકશે નહી તેવા સામાજીક ડરનાં કારણે સાથે જ જીવન ટુંકાવી દીધું હતું.

આ પ્રેમી યુગલ સાથે જીવવા મરવાના કોલ પણ આપ્યા હતા,પરંતુ સમાજ પ્રેમી યુગલને નહી સ્વીકારે અને એક-બીજાને સાથે રહેવા નહી આપે, એવો અહેસાસ થતા સગીર પ્રેમી યુગલે બન્નેએ એક સાથે જીવી નહી શકાય, પરંતુ બન્ને એક સાથે મરી તો શકીશું ને, એવો નિર્ણય કરી  રવિવારે ઘરે થી નીકળી ગયા પછી માલપુર નજીક આવેલા ગેલી માતાના મંદિરના ડુંગર પર ઝાડ સાથે દોરડું બાંધી બન્ને સજોડે આત્મહત્યા કરી લીધી હતી.

સગીર વયનાં પ્રેમી યુગલ દ્વારા આત્મહત્યા કરાયાની ઘટનાથી માલપુર ગામમાં અને સગીર યુવક-યુવતીના પરિવારજનોમાં ભારે હાહાકાર મચી ગયો છે. માલપુર પોલીસે બંને મૃતક સગીર યુવક-યુવતીના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.