Girls-Womens Missing/ શું દેશમાં છોકરીઓ સુરક્ષિત છે? ત્રણ વર્ષમાં 13 લાખથી વધુ મહિલાઓ થઈ છે ગુમ

2019 અને 2021 ની વચ્ચે 18 વર્ષથી વધુ ઉંમરની 10,61,648 જેટલી મહિલાઓ દેશમાંથી ગુમ થઈ હતી, જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરની 2,51,430 છોકરીઓ આ જ સમયગાળા દરમિયાન દેશમાંથી ગુમ થઈ હતી. આ આંકડા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા સંકલિત કરવામાં આવ્યા છે.

Top Stories India
Untitled 89 શું દેશમાં છોકરીઓ સુરક્ષિત છે? ત્રણ વર્ષમાં 13 લાખથી વધુ મહિલાઓ થઈ છે ગુમ

દેશમાંથી 2019 અને 2021 વચ્ચેના ત્રણ વર્ષના સમયગાળામાં 13.13 લાખ છોકરીઓ અને મહિલાઓ ગુમ થઈ છે, જેમાંથી સૌથી વધુ મધ્યપ્રદેશમાંથી છે. ગુમ થયેલી મહિલાઓની સંખ્યાના મામલે પશ્ચિમ બંગાળ બીજા ક્રમે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગયા અઠવાડિયે સંસદમાં રજૂ કરાયેલા ડેટા અનુસાર, 2019 અને 2021 ની વચ્ચે 18 વર્ષથી વધુ ઉંમરની 10,61,648 જેટલી મહિલાઓ દેશમાંથી ગુમ થઈ હતી, જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરની 2,51,430 છોકરીઓ આ જ સમયગાળા દરમિયાન દેશમાંથી ગુમ થઈ હતી. આ આંકડા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા સંકલિત કરવામાં આવ્યા છે.

સંસદ દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, 2019 અને 2021 વચ્ચે મધ્યપ્રદેશમાંથી 1,60,180 મહિલાઓ અને 38,234 છોકરીઓ ગુમ થઈ હતી. આ જ સમયગાળામાં પશ્ચિમ બંગાળમાંથી 1,56,905 મહિલાઓ અને 36,606 છોકરીઓ ગુમ થઈ હતી. આંકડા અનુસાર, 2019 અને 2021 વચ્ચે મહારાષ્ટ્રમાંથી 1,78,400 મહિલાઓ અને 13,033 છોકરીઓ ગુમ થઈ હતી.

ઓડિશામાં, ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન 70,222 મહિલાઓ અને 16,649 છોકરીઓ ગુમ થઈ હતી જ્યારે છત્તીસગઢમાં, સમાન સમયગાળા દરમિયાન 49,116 મહિલાઓ અને 10,187 છોકરીઓ ગુમ થઈ હતી. સંસદમાં રજૂ કરાયેલા ડેટા અનુસાર, દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશમાં ટોચ પર છે જ્યાંથી સૌથી વધુ મહિલાઓ અને છોકરીઓ ગુમ થઈ છે. 2019 અને 2021 વચ્ચે રાષ્ટ્રીય રાજધાનીમાંથી 61,054 મહિલાઓ અને 22,919 છોકરીઓ ગુમ થઈ હતી. જમ્મુ અને કાશ્મીરમાં આ સમયગાળા દરમિયાન 8,617 મહિલાઓ અને 1,148 છોકરીઓ ગુમ થઈ હતી.

સરકારે સંસદને માહિતી આપી હતી કે તેણે જાતીય અપરાધોને રોકવા માટે ફોજદારી કાયદો (સુધારા) અધિનિયમ- 2013નો અમલ સહિત દેશભરમાં મહિલાઓની સુરક્ષા માટે પગલાં લીધાં છે. સરકારે કહ્યું કે ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ) એક્ટ-2013 લાગુ કરવામાં આવ્યો છે, જેમાં 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકી પર બળાત્કાર કરવા માટે મૃત્યુદંડ સહિત અન્ય કડક જોગવાઈઓ છે.

આ પણ વાંચો:Amit Shah/ઈન્દોરમાં બોલ્યા અમિત શાહ , ‘હવે કેન્દ્રમાં યુપીએના મૌની બાબાની નહીં મોદીની સરકાર છે, જે જનહિત માટે કામ કરે છે’

આ પણ વાંચો:પ્રહાર/સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું, ‘દરેક મસ્જિદમાં મંદિર શોધવું ભાજપને મોંઘુ પડશે’

આ પણ વાંચો:Monsoon diseases/ દિલ્હી-NCRમાં આઈ ફ્લૂ સાથે આ બિમારી મચાવી રહી છે કહેર ! હોસ્પિટલોમાં વધી ભીડ