આસારામ બાપુને યુરિન સહિત અનેક અન્ય સમસ્યાઓ છે, જેની સારવાર જોધપુર સ્થિત એઈમ્સના ડોક્ટરો દ્વારા કરવામાં આવી રહી રહી છે. તેને પગલે આસારામ બાપુને મહિનામાં એક અથવા બે વખત નિયમિત તપાસ માટે હોસ્પિટલ લાવવામાં આવે છે.આસારામ બાપુને આજે નિયમિત તપાસ માટે જોધપુર એઈમ્સ લઈ જવામાં આવ્યા હતા. તપાસ માટે એઈમ્સના જનરલ ICUમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે.આસારામ બાપુના સ્વાસ્થ્યની તપાસમાં તેમના લીવરમાં એન્ઝાઈમ વધેલું માલુમ પડ્યું છે. આ ઉપરાંત યુરિન ઈન્ફેક્શન પણ વધેલું જોવા મળ્યું છે. એઈમ્સના ડોક્ટરોની ટીમે જનરલ ICUમાં ઓપરેશન માટે દાખલ કર્યાં છે. જ્યાં આસારામના વધુ કેટલાક ટેસ્ટ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આસારામ બાપુ રાજસ્થાનના જોધપુરના કેન્દ્રીય કારાવાસમાં યૌન શોષણના આરોપ હેઠળ આજીવન કારાવાસની સજા કાપી રહ્યા છે,છેલ્લા કેટલાક સમયથી તેમની સ્વાસ્થની સમસ્યા ઉભી થઇ છે તેના માટે તેમને અવાર નવાર હોસ્પિટલમાં નિયમિત ચેક-અપ માટે લઇ જવામાં આવે છે.
