Farmer Assistance/ ખેતીના ઓજારો ખરીદવા રાજ્યના 85 હજાર જેટલા ખેડૂતોને 554 કરોડથી વધુની સહાય મંજૂર

રાજ્યના બજેટમાંથી ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે ચાલુ વર્ષે ગુજરાત સરકારે બજેટ જોગવાઈમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી ટ્રેક્ટરની ખરીદી માટે અપાતી સહાયના માટે 62500 ખેડૂતોને 375 કરોડની નાણાકીય સહાય આપવાની જોગવાઈ મંજૂર કરી છે.

Top Stories Gujarat

આગામી વર્ષે લોકસભા ચૂંટણી હોઈને સરકાર ખેડૂતો પર ઓવારી ગઈ છે. રાજ્ય સરકારે ખેડૂતો માટે માતબર રકમની સહાય જાહેર કરી છે. રાજ્ય સરકારે વિવિધ મશીનરીની ખરીદીમાં તમામ વર્ગના ખેડૂતોને નાણાંકીય સહાય આપવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.રાજ્યના બજેટમાંથી ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે ચાલુ વર્ષે ગુજરાત સરકારે બજેટ જોગવાઈમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી ટ્રેક્ટરની ખરીદી માટે અપાતી સહાયના માટે 62500 ખેડૂતોને 375 કરોડની નાણાકીય સહાય આપવાની જોગવાઈ મંજૂર કરી છે, જે ગત વર્ષના બજેટની સરખામણીએ 237 ટકા જેટલી છે. આ ઉપરાંત કંબાઈન હાર્વેસ્ટર, પાવર ટીલર તેમજ રોટાવેટર, ઓટોમેટિક ઓરણી, પ્લાઉ, થ્રેશર જેવા ટ્રેક્ટર સંચાલિત સાધનો માટે પણ બજેટમાં 240 કરોડની જોગવાઈ મંજૂર કરાઈ છે, જે ગત વર્ષના બજેટની સાપેક્ષે 351 ટકા જેટલી છે.

ટ્રેક્ટર ખરીદી માટે સહાય

કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે બજેટમાં મંજૂર કરાયેલી જોગવાઈ અનુસાર કામગીરી પૂર્ણ કરવા માટે કૃષિ વિભાગને અત્યાર સુધીમાં ટ્રેક્ટર ખરીદી સહાય માટે 62500ના લક્ષ્યાંક સામે 59828 અરજીઓ મળી હતી, આ અરજીઓ સ્વીકાર્યા કર્યા બાદ કૃષિ વિભાગ દ્વારા 52516 ખેડૂતોને ટ્રેકટર ખરીદી માટે 315.09 કરોડની સહાય માટે પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત વિવિધ ખેત ઓજારો માટે પણ જોગવાઈ મુજબ કામગીરી પૂર્ણ કરવા મળેલી 33713 અરજીઓ પૈકી પાત્રતા ધરાવતા 32494 ખેડૂતોને ખેત ઓજારો ખરીદી માટે 249 કરોડની સહાય માટે પૂર્વ મંજૂરી આપવામાં આવી છે. આમ, બંને ઘટકને મળી રાજ્યના કુલ 85 હજાર જેટલા ખેડૂતોને કુલ રૂ. 564 કરોડથી વધુની સહાય માટે પૂર્વ મંજૂરી અપાઈ છે.

1,92,785 જેટલા લાભાર્થીને 912.50 કરોડની સહાય
રાઘવજીએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ટ્રેકટર ખરીદીમાં સહાય માટે કુલ 1,92,785 જેટલા લાભાર્થીને 912.50 કરોડની સહાય આપવામાં આવી છે. ખેતી માટે વપરાતા વિવિધ ખેત ઓજારો માટે પણ છેલ્લા પાંચ વર્ષમાં 128141 ધરતીપુત્રોને 409.52 કરોડની સહાય આપવામાં આવી છે. અગાઉના વર્ષોમાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર અને વિવધ ખેત ઓજારોમાં સહાય માટે ઓનલાઈન અરજીઓ મળતી હતી જેની સામે સહાય માટે મંજૂર બજેટ મુજબ ટ્રેક્ટર માટે 65 થી 70 ટકા ખેડૂતોને ખરીદી માટે પૂર્વ મંજૂરી આપી શકાતી. જ્યારે વિવિધ ખેત ઓજારો માટે 15 થી 20 ટકા ખેડૂતોને જ ખરીદી માટે પૂર્વ મંજૂરી આપી શકાતી હતી.

 

આ પણ વાંચોઃ Exdividend/ આ 15 કંપનીઓના શેર આજે એક્સ-ડિવિડન્ડમાં રૂપાંતરિત થશે, રોકાણકારો માટે બમ્પર કમાણીની તક

આ પણ વાંચોઃ Tata Group/ ઈલેક્ટ્રિક બેટરીની દુનિયામાં હવે જોવા મળશે ટાટાનો પાવર, ભારતમાં નહીં પણ આ દેશમાં સ્થાપશે ગીગાફેક્ટરી

આ પણ વાંચોઃ INDIAN ECONOMIC GROWTH,/ ભારત આર્થિક મોરચે મજબૂત રહેશે, એડીબીના અહેવાલમાં જણાવાયું છે કે દેશનો વિકાસ દર જબરદસ્ત છે

આ પણ વાંચોઃ Passport Index 2023/ મજબૂત બન્યો ભારતનો પાસપોર્ટ, હવે 57 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી; કયા દેશો છે ટોચ પર

આ પણ વાંચોઃ Hindenberg-Adani/ હિંડનબર્ગ રિપોર્ટ જાણીજોઈને અમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસઃ અદાણી