Not Set/ અટલજી હંમેશા રાષ્ટ્રીય હિતને પક્ષનાં હિતથી ઉપર રાખતા : રાજનાથસિંહ

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે બુધવારે કહ્યું હતું કે અટલજી હંમેશા રાષ્ટ્રીય હિતને પક્ષના હિતથી ઉપર રાખે છે. રાજનાથસિંહ અહીં અટલ બિહારી વાજપેયીની 95 મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. રાજનાથસિંહે કહ્યું, ‘હું પોતાને ભાગ્યશાળી માનું છું કે, જ્યાંથી અટલ જીની પસંદગી થઈ ત્યાંથી મને કામ કરવાની તક મળી છે. અટલજી રાષ્ટ્રીય હિતને ટોચ પર રાખતા” […]

Top Stories India

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે બુધવારે કહ્યું હતું કે અટલજી હંમેશા રાષ્ટ્રીય હિતને પક્ષના હિતથી ઉપર રાખે છે. રાજનાથસિંહ અહીં અટલ બિહારી વાજપેયીની 95 મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. રાજનાથસિંહે કહ્યું, ‘હું પોતાને ભાગ્યશાળી માનું છું કે, જ્યાંથી અટલ જીની પસંદગી થઈ ત્યાંથી મને કામ કરવાની તક મળી છે. અટલજી રાષ્ટ્રીય હિતને ટોચ પર રાખતા” નોંધનીય છે કે રાજનાથ લખનઉના સાંસદ છે. 

તેમણે કહ્યું, ‘અટલજી અજાતશત્રુ હતા. અટલજી કહેતા કે સરકારો બને છે અને પડી જાય છે, રાજકીય પક્ષો બને છે અને ભાંગી પડે છે, સત્તાની રમત ચાલ્યા કરે.  પરંતુ આ દેશ રહેવો જોઈએ. આ દેશમાં લોકશાહી રહેવી જોઈએ. 

સંરક્ષણ પ્રધાને કહ્યું, “દેશના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ પણ વર્ષો પહેલા કહ્યું હતું કે મને લાગે છે કે આ વ્યક્તિ (અટલ બિહારી વાજપેયી) એક દિવસ ભારતના વડા પ્રધાન બની શકે છે.” વિપક્ષનાં નેતા હોવા છતા, તેમણે પાકિસ્તાન સાથેના 1971 ના યુદ્ધમાં ભારતના વિજય માટે તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ખુલ્લા મને પ્રશંસા પણ કરી હતી.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે અટલ જીની પ્રતિમાને ભવ્ય ગણાવી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, ‘અટલ જીનું સ્વપ્ન હતું કે સરકારી યોજનાઓનો લાભ દેશના સામાન્ય નાગરિકો સુધી પહોંચવો જોઇએ. કેન્દ્ર અને રાજ્ય સરકારો આ સંકલ્પ સાથે કામ કરી રહી છે. હું અટલજીને શ્રદ્ધાંજલિ આપું છું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.