દિલ્લીની છબી ફરી એક વખત ખરડાયી છે. ક્રાઈમ સીટી દિલ્લીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દોઢ વર્ષની બાળકી જે ફૂટપાથ પર તેની માતા સાથે સુઈ રહી હતી તેનું અપહરણ કરીને તેની સાથે રેપ કરવામાં આવ્યો હતો.
બાળકીના મેડીકલ રીપોર્ટમાં તેની સાથે રેપ થયો હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહી પણ આરોપીએ ઘણી ક્રુરતા સાથે રેપ કર્યો હતો. બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં નખ અને દાંતના નિશાન પણ મળી આવ્યા છે.
પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી આરોપીની ધરપકડ ૪૮ કલાકોમાં જ કરી લીધી છે.૨૫ વર્ષીય આરોપીનું નામ અનિલ છે.તમને જણાવી દઈએ કે આરોપી કચરો વીણવાનું કામ કરે છે અને દારૂનો બંધાણી છે.
પોલીસની પૂછતાછમાં આરોપીએ કહ્યું હતું કે તે નશાની હાલતમાં બાળકીને રેલ્વેમાં પાર્સલના ગોડાઉનમાં લઇ ગયો હતો અને ત્યારબાદ ત્યાં તેની સાથે રેપ કર્યો હતો.
પછી બાળકીની લોહીમાં લથબથ હાલતમાં રેલ્વે સ્ટેશન પર મુકીને ભાગી ગયો હતો.
અહિયાથી પસાર થઇ રહેલા કિન્નરોનું ધ્યાન આ બાળકી પર ગયું ત્યારે તેમણે રેલ્વેનું ધ્યાન દોર્યું હતું. હાલ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેની હાલત પણ ઘણી ગંભીર છે.
બાળકીનો પિતા રીક્ષા ચલાવે છે અને તેની માતા કચરો વીણવાનું કામ કરે છે.
શુક્રવારે ગુરુદ્વારામાં માં-દીકરી જમ્યા બાદ ચાંદની ચોકમાં ફૂટપાથ પર સુઈ ગયા હતા. દોઢ વાગ્યે જયારે માતાની આંખ ખુલી ત્યારે તેની પુત્રી તેની સાથે નહતી.
