હુમલો/ યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાના મિલેટ્રી બેઝ કેમ્પ પર હુમલો,11 સૈનિકોના મોત પાંચ ઘાયલ

રશિયામાં એક સૈન્ય સ્થળ પર ‘આતંકવાદી હુમલો’ થયો છે. આ હુમલામાં 11 સૈનિકોના મોત અને 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે

Top Stories World

રશિયામાં એક સૈન્ય સ્થળ પર ‘આતંકવાદી હુમલો’ થયો છે. આ હુમલામાં 11 સૈનિકોના મોત અને 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. જોકે, સેનાના જવાનોએ જવાબી ગોળીબારમાં હુમલાખોરોને ઠાર માર્યા હતા. બે બહારના હુમલાખોરોએ આર્મી ટ્રેનિંગ સેન્ટરમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો. આ તાલીમ કેન્દ્ર બેલ્ગોરોડમાં છે, જે યુક્રેનની સરહદ નજીક સ્થિત છે. જ્યારે આ હુમલો થયો ત્યારે ટ્રેનિંગ સેન્ટરમાં ઘણા સૈનિકો હાજર હતા જેમને યુક્રેન સાથેના યુદ્ધ દરમિયાન તાલીમ આપવામાં આવી રહી હતી.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને આ સમગ્ર ઘટનાની માહિતી આપી છે. મંત્રાલયે કહ્યું કે આ હુમલો રશિયાના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રના બેલગોરોડમાં થયો છે, જે યુક્રેનની સરહદને અડીને છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભૂતપૂર્વ સોવિયત રાષ્ટ્રના બે રહેવાસીઓએ સૈનિકો પર ગોળીબાર કર્યો હતો, જે પછી તેઓ માર્યા ગયા હતા. મંત્રાલયે આ હુમલાને ‘આતંકી હુમલો’ ગણાવ્યો છે.

આ હુમલો શનિવારે થયો હતો. રશિયાની સરકારી સમાચાર એજન્સી TASSના સમાચાર અનુસાર, ‘આ હુમલો ત્યારે થયો જ્યારે મિલિટરી ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ સેશન ચાલી રહ્યું હતું, જે દરમિયાન સૈનિકોને ખાસ ઓપરેશન માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા. હુમલાખોરોએ ગોળીબાર માટે નાના હથિયારોનો ઉપયોગ કર્યો હતો.TASSના જણાવ્યા અનુસાર, હુમલો કરનારા બે માણસો જવાબી ગોળીબારમાં માર્યા ગયા હતા.

ઉલ્લેખનીય છે કે રશિયન સૈનિકોએ ગયા અઠવાડિયે યુક્રેનના 12 શહેરો પર મિસાઇલો છોડી હતી. આ હુમલામાં યુક્રેનમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તાજેતરમાં, શનિવારે, રાજધાની કિવમાં ઊર્જા સુવિધા નાશ પામી હતી. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટનો ભય વધી ગયો છે. આ હુમલા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે તેમને આ મિસાઈલ હુમલાથી કોઈ અફસોસ નથી. તેમણે એમ પણ કહ્યું કે ‘હાલમાં’ વધુ મિસાઈલ હુમલાની જરૂર નથી.