ENG vs AUS/ એશિઝની બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 43 રને હરાવીને શ્રેણી 2-0થી મેળવી લીડ

એશિઝ શ્રેણી 2023ની બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનો 43 રને પરાજય થયો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 2-0ની લીડ મેળવી લીધી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાઈ હતી.

Top Stories Sports
4 65 એશિઝની બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 43 રને હરાવીને શ્રેણી 2-0થી મેળવી લીડ

એશિઝ શ્રેણી 2023ની બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનો 43 રને પરાજય થયો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 2-0ની લીડ મેળવી લીધી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાઈ હતી.

ઓસ્ટ્રેલિયાની ટીમે બીજી ટેસ્ટ મેચ જીતવા માટે ઈંગ્લેન્ડ સામે 371 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈંગ્લેન્ડનો બીજો દાવ 327 રનમાં સમેટાઈ ગયો હતો. બેન સ્ટોક્સે સદી ફટકારી હતી. તે 155 રન બનાવીને આઉટ થયો હતો.બેન સ્ટોક્સ સિવાય બેન ડકેટે 83 રનની ઇનિંગ રમી હતી. આ બંને સિવાય કોઈ પણ ઈંગ્લિશ બેટ્સમેન પીચ પર લાંબો સમય ટકી શક્યો નહોતો. મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને જોશ હેઝલવુડને ત્રણ-ત્રણ વિકેટ મળી હતી.

જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 416 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 325 રનમાં સમેટાઈ ગયો હતો. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં 279 રન બનાવીને કુલ 370 રનની લીડ મેળવી હતી.