સુરત/ફરી એકવાર લાંચીયો અધિકારી ACBની ઝપટમાં મનપા આરોગ્ય વિભાગનો અધિકારી લાંચ લેતા ઝડપાયો વર્ગ-3 સેનેટરી ઇન્સ્પે. મનોજ ચોકસી લાંચ લેતા ઝડપાયો નવરાત્રી આયોજનમાં પાલિકાની NOC માટે માંગી હતી લાંચ NOC આપવા બદલ રૂપિયા 5000ની માંગી હતી લાંચ ACBની ટ્રેપમાં અધિકારી રંગેહાથ ઝડપાયો
અમદાવાદ/ચૂંટણી આવતા AMC કર્મચારીઓની દિવાળી સુધરી દિવાળીના તહેવાર પહેલા પગાર ચૂકવવા માટે પરિપત્ર મેડિકલ એલાઉન્સ રૂ.300ના બદલે એક હજાર ચૂકવાશે એચ આર એમાં 24 ટકાનો વધારો કરવામાં આવ્યો સ્થાનિક વળતર ભથ્થામાં પણ 120 રૂ થી 360 ચૂકવાશે કોર્પોરેશનની તિજોરી પર કરોડો રૂપિયાનો ભાર વધશે પરિપત્ર 1 ઓક્ટોબર થી લાગુ કરવામાં આવ્યો
ગીરસોમનાથ/દ્વારકામાં ડીમોલેશન અંગે પાટીલનું નિવેદન સરકારે દ્વારકામાં મોટું ડીમોલેશન હાથ ધર્યું છે અનેક ગેર કાયદેસર બાંધકામો તોડી પડાયા દ્વારકા કૃષ્ણની નગરી છે, ત્યાં બીજું કંઈ ન હોય
બેટ દ્વારકા/મેગા ડિમોલેશનનો ત્રીજો દિવસ પાંજરાવાલાનો આધુનિક બંગલો તોડી પડાયો જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી બેટ દ્વારકામાં પોલીસના ધામા એસ.પીના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત ગોઠવાયો અત્યાર સુધી એક લાખ વીસ હજાર ફુટ જમીન પર દબાણ દુર કરાયા સાડા ત્રણ કરોડની કિંમતની જમીન પર દબાણો તોડાયા ગૌચર-ગામતળની જમીન પર હતા ગેરકાયદેસર દબાણ
કચ્છ/હરામીનાળામાંથી પાકિસ્તાની બોટ ઝડપાઇ બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન બોટ ઝડપાઇ ફિશિંગ બોટ હોવાનું સામે આવ્યું બીએસએફ વધુ તપાસ હાથ ધરી કચ્છ: હરામીનાળામાંથી પાકિસ્તાની બોટ ઝડપાઇ
અમદાવાદ/આઠમે નગરદેવીનાં દર્શને ભકતો નગર દેવી ભદ્રકાળી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર દર્શન કરવા માટે મંદિરની બહાર લાગી લાંબી કતાર આજે આઠમના દિવસે માતાજીના દર્શનનું અનેરૂ મહત્વ કોરોનાના બે વર્ષ બાદ દર્શન ખૂલતાં લોકોમાં ઉત્સાહ