International/ટ્રમ્પથી બિલકૂલ વિપરિત રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું છે કે અમેરિકાના હિતની વાત હશે તો અમે ચીન સાથે પણ કામ કરવા તૈયાર છીએ |ફ્રાન્સમાં પરિસ્થિતિ હજુપણ સંપૂર્ણ કાબુમાં નથી, જો કે ફ્રેન્ચ પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિમાં સરકારનો નવું લોકડાઉન નાખવાની કોઈ યોજના નથી | ફાઈઝર અને એસ્ટ્રાઝેનેકાની રસીને મિક્સ કરીને બ્રિટિશ રિસર્ચર એક નવી શોધ કરી રહ્યાં છે, તેમણે બંનેના મિક્સઅપથી નવા 4 હજાર જેટલાં વેરિએન્ટ પર કેવુંક પરિણામ આવે છે તે જાણવું છે । વુહાનની લેબમાંથી જ વાયરસ નીકળ્યો હતો કે કેમ તે શોધી રહેલી WHOની ટીમના સદસ્યો હવે ચામાચીડિયાની ગુફામાં જઈને શોધ કરવાની યોજના બનાવી રહ્યાં છે | ઈટાલીમાં છેલ્લાં 24 કલાકમાં 421 નાગરિકોના મોત, આ સાથે જ ઈટાલીમાં કુલ મૃત્યુઆંક હવે 90 હજારને પાર, આ આંકડાને પાર કરનારો ઈટાલી વિશ્વનો છઠ્ઠો દેશ | યુકેમાં છેલ્લાં 24 કલાકમાં 915 નાગરિકોના મોત, આ સાથે જ યુકેમાં હવે કુલ મૃત્યુઆંક 1.10 લાખને પાર | 39 લાખથી વધુ કુલ કેસ જ્યાં નોંધાયા છે તે રશિયામાં છેલ્લાં 24 કલાકમાં વધુ 500 નાગરિકોના મોત થતા કુલ મૃત્યુઆંક હવે 75 હજારને પાર | મ્યાનમારની સત્તાવાહક આંગ સ્યુ કીની ધરપકડ કરી લેવાયા બાદ હવે યુએનના સિક્યોરિટી કાઉન્સિલે મ્યાનમારના સૈન્યને તેમને મુક્ત કરી દેવા કહ્યું, મ્યાનમારમાં હાલમાં સૈન્ય શાસન છે

National/દેશમાં વેક્સિનેશનનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે, જ્યાં તમામ ફ્રન્ટલાઈન કોવિડ વોરિયરને વેક્સિન આપવામાં આવી રહી છે, ગુરુવારે સાંજ સુધીમાં દેશમાં 44.50 લાખ લોકોને વેક્સિન અપાઈ । પોતાના કાર્યક્રમમાં હિન્દુ દેવી-દેવતા માટે વિવાદિત ટિપ્પણી કરવાના આરોપસર જેલમાં રહેલાં કોમેડિયન મુન્નવર ફારૂકી અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે | ઉત્તરપ્રદેશ વિધાન પરિષદમાં ચૂંટાયેલાં ભાજપના 10 અને સમાજવાદી પાર્ટીના 2 સભ્યોનો શપથ ગ્રહણ કાર્યક્રમ આજે, જ્યાં આ તમામ 12 સદસ્યો શપથ લેશે | ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઈનલની બે ટીમ નક્કી કરનારી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનો આજે પ્રારંભ થવા જઈ રહ્યો છે, ચેન્નાઈમાં ઈંગ્લેન્ડ સામે આજથી પ્રથમ ટેસ્ટ મેચ રમાશે | ક્રૂડ ઓઈલના સતત વધતા ભાવ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિશ્વને ચેતવ્યું છે કે વધતા ભાવ વૈશ્વિક અર્થતંત્રને ડામાડોળ કરી શકે । ભારતમાં 2020માં ચાનું ઉત્પાદન ખુબ જ ઘટ્યું, જેના કારણે ચાની કિંમતોમાં જોરદાર ઉછાળો આવ્યો, ચાના ભાવ હજુપણ વધી શકે