International/અમેરિકામાં કોરોના કોહરામ, છેલ્લાં 48 કલાકમાં સવા ત્રણ લાખ નવા કેસ નોંધાયા | અમેરિકામાં કોરોનાથી મૃત્યુઆંક સતત ચિંતાજનક રીતે વધારો, છેલ્લાં 48 કલાકમાં જ 8,100થી વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યો, કુલ મૃત્યુઆંક 4.43 લાખને પાર થયો | બ્રાઝીલમાં છેલ્લાં 24 કલાકમાં 60 હજારથી વધુ નવા કેસ નોંધાયા, જ્યારે કે વધુ 1400 નાગરિકોના મોત થયા | સ્પેનમાં છેલ્લાં 24 કલાકમાં 35 હજાર નવા કેસ નોંધાયા, સ્પેનમાં કુલ કેસની સંખ્યા હવે 28 લાખની સપાટીએ પહોંચી | યુકેમાં મૃત્યુઆંક પર સરકાર રોક લગાવવામાં નિષ્ફળ રહી, છેલ્લાં 24 કલાકમાં યુકેમાં ફરી 1200થી વધુ નાગરિકોના મૃત્યુ થયા | અમેરિકા માટે ચિંતાના વધુ એક સમાચાર, અમેરિકાના સાઉથ કેરોલિનામાં કોરોનાના નવા સાઉથ આફ્રિકન વેરિએન્ટનો પ્રથમ કેસ મળી આવ્યો | વેક્સિન રનમાં વધુ એક સારા સમાચાર, નોવાવેક્સના યુકેમાં થયેલાં ટ્રાયલમાં તેની અસરકારકતા 89 ટકા જેટલી જોવા મળી | UN ચીફે કહ્યું છે કે વિશ્વભરના દેશોમાં વેક્સિન પહોંચાડવાની વિશ્વના તમામ વેક્સિન ઉત્પાદક દેશોની જવાબદારી, તેમણે હાલની સ્થિતિને વેક્સિન ઈમરજન્સી ગણાવી

National/દેશમાં છેલ્લાં 24 કલાકમાં મોટા ઉછાળા સાથે 18,900 નવા કેસ નોંધાયા, જો કે છત્તીસગઢમાં ઉછાળા સાથેના આંકડા રજૂ થતાં ઓવરઓલ નવા કેસ વધ્યાં | છત્તીસગઢમાં છેલ્લાં 24 કલાકમાં 6,400 નવા કેસ દર્શાવ્યા, અનુમાન લગાવાઇ રહ્યું છે કે અગાઉની ભૂલો સુધારીને બાકી રહી ગયેલાં તમામ કેસ હાલમાં એકસાથે દર્શાવ્યા હોય શકે | દેશમાં છેલ્લાં 24 કલાકમાં 20,300થી વધુ લોકો કોરોના મુક્ત થયા, જો કે સર્વાધિક રિકવરી પણ છત્તીસગઢની જ છે, જ્યાં 6,400થી વધુ સાજા થયાનું દર્શાવાયું | દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે, દેશમાં હવે એક્ટિવ કેસ 1.69 લાખ બચ્યા, જેમાંથી 40 ટકાથી વધુ એક્ટિવ કેસ તો એકલા કેરળમાં જ | કેરળ અને મહારાષ્ટ્ર આ બે રાજ્યોમાં જ 72 હજાર અને 43 હજાર એટલે કે 1.15 લાખ એક્ટિવ કેસ, જે દેશના કુલ કેસના 70 ટકા જેટલાં | UNએ ભારતની વેક્સિન નિર્માણ ક્ષમતાની પ્રસંશા કરી, UNના ચીફે જણાવ્યું કે વેક્સિન ઉત્પાદનમાં ભારતની ક્ષમતા આખા વિશ્વની બહુમુલી મૂડી સમાન | ખેડૂત આંદોલનમાં આજનો દિવસ મહત્વનો બની રહેવાનો, દિલ્હીની ગાજીપુર બોર્ડર પણ ખેડૂત નેતા ટિકૈત અનશન પર ઉતર્યાં, તો તેમના સમર્થનમાં વધુ કેટલાંક ખેડૂતો બોર્ડર પર પહોંચી રહ્યાં | રાકેશ ટિકૈતે અનશનનું એલાન કરતાં જ તેમના વતન મુઝફ્ફરનગરમાં મહાપંચાયત બોલાવવામાં આવી, આજે મહાપંચાયતમાં આંદોલન અંગે મહત્વનો નિર્ણય લેવાય તેવી સંભાવના | આજથી સંસદનું બજેટ સત્ર શરૂ, બજેટ સત્રમાં નવા કૃષિ કાયદા અને ખેડૂત આંદોલન અંગે વિરોધ થવાની સંભાવના