Gujarat/ડભોઇમાં આજથી બપોર બાદ માર્કેટ બંધ, વ્યાપારી મહાજન મંડળે સ્વૈચ્છિક નિર્ણય લીધો , શાકમાર્કેટ સવારના 7 થી 2 વાગ્યા સુધી રહેશે ખુલ્લું , દુકાનો, લારી-ગલ્લા સવારના 7 સાંજના 5 સુધી ખુલશે , ઈમરજન્સી ફક્ત મેડિકલ સ્ટોર ખુલ્લા રખાશે
Gujarat/રાજકોટમાં જલારામધામ દર્શનાર્થીઓ માટે બંધ, ધટેસ્વરમાં આવેલ જલારામધામ મંદિર રહેશે બંધ , કોરોનાનું સંક્રમણ વધતા 30 એપ્રીલ સુધી બંધ , જલારામ મંદીરમાં જલારામ પ્રસાદધર બંધ રહેશે
Gujarat/સુરત સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન કૌભાંડ, 150 રેમડેસિવિર ઇન્જેક્શન બારોબાર વેચી દેવાયા, વોર્ડમાં દર્દી દાખલ ન હોવા છતાં ઇન્જેક્શન એલોટ થયા, ઇન્જેક્શનનું કૌભાંડ સામે આવતા સિવિલ તંત્ર હરકતમાં, સુપ્રિટેન્ડન્ટ રાગીણી વર્માએ આપ્યા તપાસના આદેશ
Gujarat/સુરતમાં આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ, ચૈત્ર નવરાત્રીમાં માતાજીની ભક્તિનો અનેરો મહિમા, કોરોના કાળમાં સતત ત્રીજી નવરાત્રીમાં મંદિર બંધ, શહેરના બે પ્રસિદ્ધ મંદિર ભક્તો માટે બંધ, અંબિકા નિકેતન મંદિર નવરાત્રી દરમિયાન રહેશે બંધ, અંબિકા નિકેતન દ્વારા ઓનલાઈન દર્શનની સુવિધા , શહેરનું પ્રસિદ્ધ જુના અંબાજી મંદિર પણ રહેશે બંધ, નવરાત્રી દરમિયાન બંધ રાખવાનો લેવાયો નિર્ણય
Gujarat/સુરત શહેરમાં કોરોનાનો અજગરી ભરડો, સિવિલ અને સ્મિમેરમાં 1315 દર્દીઓ ગંભીર, સિવિલમાં 1149 પૈકી 1066 દર્દીઓ ગંભીર, સિવિલમાં આશરે 92 તક દર્દીઓ ગંભીર, 14 વેન્ટિલેટર, અને 877 દર્દીઓ ઓક્સિજન પર , સ્મીમેરમાં 283 પૈકી 275 દર્દીઓ ગંભીર, સ્મિમેરમાં આશરે 98 ટકા દર્દીઓ ગંભીર, 12 વેન્ટિલેટર, અને 191 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર
Gujarat/રાજકોટમાં કોરોનાના વાયરસનો હાહાકાર , મનપાના ચોપડે 12 દિવસ 499 મરણનોંધ , ડેથ સર્ટિફિકેટ લેવા લોકોની લાગે છે લાઇનો , 12 દિવસમાં 27 ટકા મરણ નોંધનો ઉછાળો , સાડા ત્રણ માસમાં 7172 જન્મદર સામે 467 મૃત્યુ
Gujarat/રાજકોટ શહેરમાં કોરોના બન્યો બેકાબુ , કોરોના દર્દી રાત્રીના સમયે રસ્તા પર રઝળ્યો , મવડી વિસ્તારમાં આનંદ ચોક પાસેની ઘટના , દર્દીમાં ઓક્સિઝન ઘટી જતાં રોડ પર પડ્યો , એક મીડિયાએ જીવ જોખમમાં મૂકી દર્દીની કરી મદદ
Gujarat/ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ, અમદાવાદ નગરદેવીના દર્શનાર્થે લોકોની ભીડ , નગરદેવી ભદ્રકાળીના મંદિરમાં ભારે ભીડ , મોટી સંખ્યામાં દર્શન માટે લોકો ઉમટ્યા, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ફરજીયાત
Gujarat/સુરતમાં 11 દિવસના બાળકને કોરોના, નવજાતને રેમડેસિવિર ઇંજેક્શન અપાયું , 11 દિવસનું નવજાત હાલ વેન્ટીલેટર પર , ડાયમંડ હોસ્પિટલમાં બાળક સારવાર હેઠળ , કોરોના પોઝિટિવ માતાથી ચેપ લાગ્યો
Gujarat/ગાંધીનગર જિલ્લામાં આજથી પાનના ગલ્લા બંધ, ગાંધીનગરના કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું , આજથી 30 એપ્રિલ સુધી બંધ રહેશે પાનના ગલ્લા, પાન પાર્લર પર થતી ભીડના કારણે લેવાયો નિર્ણય, પાનનો ગલ્લો ખુલ્લો રાખનારા સામે થશે કાર્યવાહી