લૂંટેરી દુલ્હન/વડોદરા: લગ્ન કરાવી પૈસા પડાવતી ટોળકી સક્રિય, દીકરીઓને પૈસાની લાલચ આપી કરાવે છે ગુન્હા, એક જ દીકરીના અનેક જગ્યાએ કરાવે છે લગ્ન, લગ્ન પહેલાં વરના પરિવારને આપવા પૈસાની કરતા માંગ, ઠગ ટોળકી લગ્ન ઈચ્છુક યુવાનોને પણ ફસાવે છે જાળમાં, લગ્ન બાદ યુવતીને પિયરના બહાને કરી દે છે લાપતા, લગ્ન રજીસ્ટર થયા બાદ યુવતીને કરી દેવાતી લાપતા, ગુજરાતમાં બન્યા છે આવા અનેક કિસ્સાઓ, ટોળકીના ડરથી લોકો ફરિયાદ કરતા પણ ડરી રહ્યા છે, બદનામીના ડરના કારણે આવા કિસ્સા ઉજાગર થઈ નથી રહ્યા, પોલીસ માત્ર જાણવા જોગ અરજી લે છે, તપાસ ન થતાં ઠગ ટોળકી વધુ સક્રિય બની, રાજકોટ, બોટાદ જિલ્લામાં આ ટોળકીનો આતંક, કચ્છ, જામનગર સહિત અનેક જિલ્લાના લોકો ઝપેટમાં

મિશન આદિત્ય/ચંદ્રયાનની સફળતા બાદ હવે ભારતનું મિશન સૂર્ય, મિશન આદિત્ય L1ના લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરુ, આજે ISRO લોન્ચ કરશે આદિત્ય L1 મિશન, આજે સવારે 11.50 કલાકે શ્રી હરિકોટાથી થશે લોન્ચિંગ, મિશનની ચકાસણી અને લોન્ચ રિહર્સલ પૂર્ણ કરી લેવાયું છે, સ્વદેશી રોકેટ PSLV XL C-57 દ્વારા મિશન થશે લોન્ચ, આ રોકેટ આદિત્ય L1ને પૃથ્વીની લોઅર ઓર્બીટમાં પહોંચાડશે, ત્યારબાદ આદિત્ય L1 ચાર-પાંચ મેન્યુવર કરશે, સૂર્ય અને પૃથ્વી વચ્ચે સ્થિત L-1 પોઇન્ટ પર પહોંચશે આદિત્ય, L1 પર પહોંચતા આદિત્યને 4 મહિના લાગશે, આદિત્ય 5 વર્ષ સુધી સૂર્યમાંથી નીકળતા કિરણોનો અભ્યાસ કરશે, આદિત્ય L1 મિશન બનાવવામાં 378 કરોડનો ખર્ચ, સૂર્યમાંથી નીકળતી ગરમી અને ગરમ હવાઓનો અભ્યાસ કરશે