Irrigation Scheme/67.69 કરોડની માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ કરતાં સીએમ ભુપેન્દ્ર પટેલ
વિવાદ/સાળંગપુર હનુમાનજી ભીંતચિત્ર વિવાદ મામલો, હનુમાનજીને દાસ તરીકે દર્શાવવાનો મામલો. રાજકોટના વકીલ દ્વારા નોટિસ ફટકારવામાં આવી, એડવોકેટ રવિરાજસિંહ રાઠોડ દ્વારા ફટકારવામાં આવી નોટિસ, હિન્દુ ધર્મના લોકોની લાગણીને ઠેસ પહોંચાડવા બાબતે નોટિસ, કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુરને નોટિસ. સ્વામિનારાયણ મંદિર કુંડળધામને અપાઈ નોટિસ. BAPS સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડને નોટિસ. સ્વામિનારાયણ મંદિર વડતાલને પાઠવાઈ નોટિસ, સ્વામિનારાયણ મંદિર નીલકંઠ ધામ પોઇચાને નોટિસ
દુષ્કર્મ/ભરૂચ: અંકલેશ્વર GIDCમાં 3 વર્ષીય બાળકીને પીંખી નાખવાનો મામલો, GIDC પોલીસ મથકમાં પોસ્કો એક્ટ અને દુષ્કર્મનો ગુનો થયો હતો દાખલ, મુંબઈ થાણેના કપુરવાડી પાસેથી GIDC પોલીસે નરાધમની કરી અટકાયત. GIDC પોલીસે નરાધમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી
અનોખો અંદાજ/સુરતમાં ગૃહ રાજ્ય મંત્રીનો જોવા મળ્યો અનોખો અંદાજ, 40 ST બસના લોકાર્પણ નિમિતે કરી STની મુસાફરી, શિક્ષણ મંત્રી, ગૃહ મંત્રી સાથે ધારાસભ્યોએ કરી મુસાફરી. મુસાફરી વેળાએ ST બસમાં જામી ગીતોની મહેફિલ, ગૃહ રાજ્ય મંત્રી અને શિક્ષણ મંત્રીએ બોલાવી ગીતોની રમઝટ, 40 બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું. અત્યાર સુધીમાં 400 બસોનું લોકાર્પણ થયું. આવનારા અઠવાડિયામાં બીજી 40 બસ શરૂ કરાશે, આવનારા વર્ષમાં 2 હજાર નવી બસો શરૂ કરાશે
બાળકો ગુમ/જામનગરમાં ત્રણ બાળકો રહસ્યમય રીતે થયા ગુમ, ખીજડા મંદિર ટ્રસ્ટમાં રહીને અભ્યાસ કરતા હતા બાળકો, સિક્કિમના બે અને નેપાળનો એક સગીર જામનગરથી ગુમ, એક સાથે 3 બાળકો ગુમ થતા પંથકમાં મચી ચકચાર, સંચાલકે એ ડિવિઝન પોલીસમાં નોંધાવી અપહરણની ફરિયાદ
અકસ્માત/વલ્લભીપુર બરવાળા રોડ પર ગમખ્વાર અકસ્માત, કાળમુખા ટ્રકે મોડી રાત્રે બાઈક ચાલકને અડફેટે લીધો, પૂરપાટ ઝડપે આવેલ ટ્રકની અડફેટે બાઈક ચાલકનું મોત, મૃતક વાઘજી કતપરા લુણધારા ગામનો વતની હોવાનું સામે આવ્યું. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક પહોંચ્યો
સાળંગપુર ભીંતચિત્ર વિવાદ/સાળંગપુર મંદિર ભીંતચિત્ર વિવાદ મામલો, વિવાદને પગલે હવે સનાતન ધર્મીઓ પણ મેદાને. રાજકોટ ક્ષત્રિય સમાજ, કરણી સેના અને બ્રહ્મદેવ સમાજ મેદાને. સમાજના આગેવાનો સાળંગપુર જઈ વિરોધ પ્રદર્શન કરશે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને અપાયું અલ્ટીમેટમ, આગામી પાંચ તારીખ સુધીમાં તમામ ભીંતચિત્રો હટાવાય. ઉકેલ નહિ આવે તો ઉગ્ર આદોલનની અપાઈ ચીમકી