ઉચાપત/સુરતની વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટીમાં ઉચાપત, જનરલ અને પરીક્ષા ફંડમાંથી 1 કરોડ કરતાં વધુની ઉચાપત, યુનિવર્સિટીના બેન્ક ખાતામાંથી 1.19 કરોડની ઊંચાપત. કેમ્પસમાં જ આવેલી છે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની શાખા, બેંકની આ શાખામાં યુનિવર્સિટીનું જનરલ અને પરીક્ષા ફંડ ખાતું. બેંકના 3 કર્મચારીઓએ સાથે મળી કરી કરોડોની ઉચાપત. રાકેશ યાદવ, લીપીકા દાસ અને વિજય યાદવે કરી ઉચાપત, વિવિધ રાજ્યના ડુપ્લીકેટ ચેકો જમા કરાવી કૌભાંડ આચર્યું. 1,19,16,760ની રકમ વિવિધ બેંકમાં ટ્રાન્સફર કરાવી લીધી, સમગ્ર મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
પોલીસ બની વ્યાજખોર/સુરતના પોલીસ કોન્સ્ટેબલ સામે છેતરપિંડીની ફરિયાદ, વેપારીને ઉછીના 8 લાખ આપી કરોડોની જમીન પડાવી, 2015 માં વેપારીના કોન્ટેકમાં આવ્યો હતો કોન્સ્ટેબલ કમલેશ. 8 લાખના બદલામાં જમીન પોતાના નામે લખાવી લીધી, કોન્સ્ટેબલે 35 લાખમાં અન્યની જમીનનો બાનાખત કરી દીધો. વેપારીએ ઉછીના લીધેલા પૈસા ચૂકવવાની કરી વાત, કોન્સ્ટેબલે વેપારી પાસેથી 49 લાખ રૂપિયાની માંગણી કરી, અગાઉ કોન્સ્ટેબલે 8 લાખના બદલામાં 32 લાખ માગ્યા હતા, સમગ્ર મામલે કોન્સ્ટેબલ કમલેશ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ
વિવાદ/સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રોને લઇ વિવાદ, સમગ્ર મામલે હવે VHP આવ્યું મેદાને, VHP મહામંત્રી અશોક રાવલનું નિવેદન. શું હનુમાન દાદા સ્વામીને મળ્યા હતા…? અશોક રાવલ, સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનું અપમાન કરે છે: અશોક રાવલ, વિશ્વ હિન્દૂ પરિષદ હિન્દુઓની લાગણી સાથે રહેશે: અશોક રાવલ, VHP ના આગેવાનો આજે વડતાલ જશે, સ્વામિનારાયણ મંદિરના સંતો સાથે કરશે મુલાકાત. સમગ્ર મામલે જગન્નાથ મંદિરના મહંતનું નિવેદન પણ સામે આવ્યું, મહન્ત દિલીપદાસજીનું ભીંતચિત્રોને લઇ નિવેદન. કોઈપણ ધર્મને નીચો બતાવવાનો પ્રયાસ ન થવો જોઈએ: દિલીપદાસજી. સર્વધર્મ પ્રત્યે સમભાવ હોવો જોઈએ: દિલીપદાસજી
Gujarat Police-Mob lynching/અન્ય સમાજની યુવતી સાથે સાથે મિત્રતા કરનારનું મોબ લિન્ચિંગ કરનારાઓની ધરપકડ