Modi-Tourism/2030 સુધીમાં ફૂડ પ્રોસેસિંગ 35 લાખ કરોડ અને પ્રવાસન સેક્ટર 20 લાખ કરોડનો ફાળો ઇકોનોમીમાં આપશેઃ મોદી
ધાર્મિક વિવાદ/ભાવનગર: સાળંગપુર હનુમાનજીની મૂર્તિ નીચે કોતરણી વિવાદ, કોતરણીમાં હનુમાનજીને દાસ બતાવવાનો આક્ષેપ, ચિત્રોના ફોટા સોશિયલ મીડિયામાં થયા વાયરલ, સમગ્ર મામલે મહુવાના સાધુ-સંતોમાં રોષની લાગણી, હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવવા બદલ રોષ, ખીમનાથ મંદિરના ભગતબાપુ દ્વારા વિરોધ કરયો. કહ્યું કોઇપણ ધર્મને નીચો દર્શાવી પોતાની પ્રશંસા ન કરો
સિંચાઈ યોજનાનું લોકાર્પણ/મહેસાણા: આજે CMના હસ્તે સિંચાઈ યોજનાનું લોકાર્પણ, માતપુર બ્રાહ્મણવાડા ઉદ્દવહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ, પાટણના 3, ઊંઝાના 6 ગામને મળશે સિંચાઈ યોજનાનું પાણી, 9 ગામોની 3705 એકર જમીનને સિંચાઈનો મળશે લાભ, 67.79 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે આ સિંચાઈ યોજના, યોજના અંતર્ગત 57 મીટર ઊંચાઈ સુધી પાણીનું થશે ઉદ્દવહન
વરણી/ગાંધીનગર: વિકાસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામુ, ગુજરાતની 31 જી. પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી. તારીખ 13-14 સપ્ટેમ્બરના રોજ થશે પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, 13 સપ્ટેમ્બરે 16 જીલ્લા પંચાયતમાં હોદ્દેદારો નિમવામાં આવશે, 14 સપ્ટેમ્બરે 15 જીલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની થશે વરણી
અકસ્માત/મોરવા હડફના ચોપડા બુઝર્ગ પાસે ગમખ્વાર અકસ્માત, ઈકો કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત, કારની અડફેટે બાઈક સવાર બે યુવકોના ઘટના સ્થળે મોત, ભાઠા ગામના બે યુવકોનું અકસ્માતમાં થયું મોત, શૈલેષ અને જેરાભાઈ નામના બે યુવકોનું મોત, મૃતકોની ડેડબોડીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાઇ, સમગ્ર મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
મંત્રીનો ઘેરાવ/રાજકોટમાં મંત્રીના ઘરની કરાઈ ઘેરાબંદી, મંત્રી ભાનુબેન બાબરીયાના ઘરનો ઘેરાવ, સ્વયંમ સૈનિક દળના કાર્યકરોએ કર્યો ઘેરાવ, SC, ST પર થતા અત્યાચાર મુદ્દે મંત્રીના ઘરનો ઘેરાવ. મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થઇ લગાવ્યા નારા, અત્યાચાર મુદ્દે કાર્યકરોમાં ભારે રોષની લાગણી
ક્રિપ્ટો કૌભાંડ/જામનગર સાયબર ક્રાઇમે 3 આરોપીની કરી ધરપકડ, ક્રિપ્ટોના નામે ફ્રોડ કરનાર ત્રણ આરોપીની ધરપકડ, જામનગરના એક વેપારી સાથે 4.95 લાખની કરી છેતરપિંડી, ફ્લેશ USDT ક્રિપ્ટો કરન્સી આપવાનું કરી હતી છેતરપિંડી, 50 ટકા ઓછા દરે ક્રિપ્ટો આપવાની આપવાની કરી હતી વાત, ખોટા ઇન્ટરનેશનલ નંબર પરથી ફોન કરી કરતા હતા છેતરપિંડી
બેદરકારી/બાબરાની મધરકેર હોસ્પિટલ આવી વિવાદમાં, હોસ્પિટલના ડોક્ટર સામે લાગ્યા ગંભીર આક્ષેપ. સગર્ભાને ડિલિવરી માટે કરાઈ હતી એડમિટ. ગત રોજ વહેલી સવારે સગર્ભા મહિલાને એડમિટ કરાયા હતા, હોસ્પિટલમાં દર કલાકે સગર્ભા મહિલાનું ચેકઅપ થતું હતું, બપોરે બાદ અચાનક બે ડિલીવરી કેસ આવ્યા, નવા કેસ આવતા ડોક્ટર સીઝર ઓપરેશનમાં રહ્યા વ્યસ્ત, સતત 4 કલાક ચેકઅપ ન થતા સગર્ભાની તબિયત લથડી, મહિલાના ગર્ભમાં રહેલ બાળકને પહોંચી અસર, ડોક્ટર દ્વારા મહિલાનું ઇમર્જન્સી સીઝર કરાયું, ઓપરેશન દરમિયાન બાળકનું થયું મોત, 10 વર્ષ બાદ અંગને પારણું બંધાવાની હતી પરિવારને આશા, ડોક્ટરની બેદરકારીએ ફેરવ્યું પરિવારની આશા પર પાણી, સગર્ભાના પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીના કર્યા આક્ષેપ, સમગ્ર મામલે સગર્ભાના પરિવારજનોએ પોલીસને જાણ કરી, બાળકના મૃતદેહને પીએમ અર્થે બાબરા સિવિલ પીએમ ખસેડાયો, બાબરા સિવિલથી ભાવનગર પીએમ માટે રીફર કરાયો, પરિવાર દ્વારા હોસ્પિટલ સામે આક્ષેપો સાથે તટસ્થ તપાસની માંગ