Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Breaking News

અકસ્માત/પાટણ: સમીનાં શંખેશ્વર માર્ગ પર સર્જાયો અકસ્માત, સમી પોલીસ સ્ટેશન નજીક કેનાલ માર્ગ પર અકસ્માત, આઈસર ટ્રક અને વેગનઆર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ નિપજ્યા મોત, આગળ જતી આઈસર ટ્રકની પાછળ ધડાકાભેર ઘુસી કાર. રાધનપુરના હસમુખ છગનભાઈ ઠક્કરનું થયું અકસ્માતમાં મોત, પિન્ટુ રાવળ અને દશરથ રાવળનું પણ ઘટના સ્થળે જ મોત, અકસ્માતને પગલે સમી પોલીસે હાથ ધરી તપાસ

કરૂણ/સુરેન્દ્રનગર: રક્ષાબંધનના દિવસે જ બે સગા ભાઈઓના મોત, ઢાંકી ગામ નજીક ખેત તલાવડીમાં ડૂબી જતા બે ભાઈઓના મોત, રક્ષાબંધનના દિવસે જ 4 બહેનોએ 2 ભાઈઓની છત્ર છાયા ગુમાવી, બંને ભાઈઓ વહેલી સવારે પશુઓ ચરાવવા ગયા હતા, સિદ્ધરાજ કરણાભાઈ સભાડનું ડૂબી જવાથી મોત. વીનેશ કરણાભાઈ સભાડનું તલાવડીમાં ડૂબવાથી મોત થયું. તહેવાર ટાણે સગા બે ભાઈઓના મોતથી પરિવારમાં આક્રંદ. બંને ભાઈઓના મૃતદેહને ખેત તલવાડીમાંથી બહાર કઢાયા

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય/રાજકોટ: લેઉવા પટેલ બોર્ડિંગ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યનો મામલો, ધોરણ 8ના વિધાર્થી સાથે કરાયું હતું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ગૃહપતિ સામે માલવિયાનગર પો. સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ, ગૃહપતિ હસમુખ વસોયા વિરુદ્ધ પોક્સો હેઠળ નોંધાયો ગુનો, વિધાર્થી સાથે ગૃહપતિએ અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું, મોબાઇલમાં બિભસ્ત વિડીયો પણ બતાવતો હતો હવસખોર, ભોગ બનનાર બાળકને ગૃહપતિએ જ માર માર્યો હતો, બાળકને ડરાવીને અન્ય વિધાર્થીએ માર માર્યો છે તેવું કહેવડાવ્યું, માલવિયાનગર પોલીસે ગૃહપતિ હસમુખની અટકાયત કરી

આઇટીની નોટિસ/સુરતના 200થી વધુ વેપારીઓને ITની નોટિસ, શ્રી કુબેર ટેક્સ્ટાઇલ વર્લ્ડ માર્કેટના વેપારીઓને નોટિસ, દુકાનની ખરીદી રોકડમાં ચુકવાયેલ હોવાને લીધે તપાસ, છેલ્લા છ વર્ષના આર્થિક હિસાબોની માંગી માહિતી, રોકડથી દુકાન ખરીદનાર સામે 175 કરોડ વસૂલવા ITની તજવીજ

પ્રજ્ઞાન રોવર/ચંદ્રયાન-3ને લઇ વધુ એક સારા સમાચાર, કાર્યકાળ પૂરો થયા બાદ ફરી કામ કરી શકે છે પ્રજ્ઞાન, હાલ પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ફરી રહ્યું છે, 14 દિવસની રાત્રી પછી ચંદ્ર પર ઉગે છે સૂર્ય, સૂર્ય ઉગતાની સાથે ફરી સક્રિય થઇ શકે છે પ્રજ્ઞાન

ભૂકંપનો આંચકો/કચ્છમાં ફરી આવ્યો ભૂકંપનો આંચકો, 2.8ની તીવ્રતા ભૂકંપનો આંચકો અનુભવાયો, મધ્ય રાત્રે 12:52 મિનિટે આવ્યો આંચકો, ભચાઉ પાસે 16 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ

શંકાસ્પદની ધરપકડ/કચ્છ બોર્ડર પર સંદિગ્ધ વ્યક્તિની અટકાયત, ગુજરાત IBએ શંકાસ્પદ ગતિવિધિ કરતા પકડ્યો, આ વ્યક્તિ તમિલનાડુનો હોવાનું સામે આવ્યું, ભારત-પાક બોર્ડર પાસેથી પકડાયો સંદિગ્ધ, સ્ટેટ IBએ દિનેશ લક્ષ્મણ નામના ઈસમને દબોચ્યો, પાસપોર્ટ, ફેન્સીંગ કાપવાનું કટ્ટર મળી આવ્યું, ભારત-પાકનો નકશો પણ આ વ્યક્તિ પાસે મળી આવ્યો, વિવિધ એજન્સીઓ અને અધિકારીઓ દોડી ગયા, સ્ટેટ IBએ બોર્ડરની 300 મીટર દૂરથી ઝડપી લીધો, વાગડમાં આવેલી કુડા બોર્ડર રણ સરહદે પહોંચ્યો હતો સંદિગ્ધ, ચેન્નઇથી મુંબઇ અને ત્યાંથી સુરેન્દ્રનગર વાટે કચ્છમાં આવ્યો, આરોપીની સઘન પુછપરછ શરૂ કરવામાં આવી

સુપર બ્લુ મૂન/આજે અવકાશમાં જોવા મળશે સુપર બ્લૂ મૂન, 30 ઓગસ્ટ, એટલે કે આજનો ચંદ્ર ખૂબ જ ખાસ, આજે ફુલ મૂન, સુપર મૂન અને બ્લૂ મૂન ત્રણેય એકસાથે, આજે ચંદ્ર પૃથ્વીની એકદમ નજીક હશે, આજે ચંદ્ર પૃથ્વી કરતાં 14% મોટો અને 30% તેજસ્વી દેખાશે, દર 2થી 3 વર્ષમાં એકવાર બને છે સુપર બ્લૂ મૂનની ઘટના

ખેડૂતો માટે મોટી જાહેરાત/ગુજરાતનાં ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, નર્મદા ડેમમાંથી સુજલામ સુફલામની 14 પાઇપલાઇનમાં છોડશે પાણી, સાણંદ અને આસપાસના વિસ્તારોના ખેડૂતોને મળશે લાભ, ડાંગર પકવતા ખેડૂતોને બે થી ત્રણ દિવસમાં જ સિંચાઇનું પાણી અપાશે

ફિક્સ પેનો વિવાદ/ફિક્સ પેના વિવાદ અંગે નાણામંત્રી કનુભાઈ દેસાઇનું નિવેદન, હાલ આ અંગે કોઈ વિચારણા નથી: કનુભાઈ દેસાઇ, અમારી સમક્ષ રજૂઆત આવે પછી યોગ્ય નિર્ણય લઈશું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy