ગોરખધંધો/વડોદરા: ટાઈલ્સની આડમાં દારુ સપ્લાય કરવાનો ગોરખધંધો, શહેરમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ નિષ્ફળ બનાવતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા ગોલ્ડન ચોકડી નજીક ટ્રકની તપાસ કરતા ફાંડો ફુટયો, ટ્રક ચાલકે જુદી જુદી પેટીઓ બતાવી ટાઈલ્સ હોવાનું જણાવ્યું, ક્રાઇમ બ્રાન્ચને ટ્રક ચાલક પર શંકા જતા પેટીઓની કરી તપાસ, ટાઈલ્સની પેટીઓમાંથી 1336નંગ વિદેશી દારૂની બોટલ મળી, ક્રાઇમબ્રાન્ચે 2 લાખ 65 હજારની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો, વિદેશી દારૂની બોટલો સહિત 22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, ગુડગાંવ હરિયાણાથી મોકલવામાં આવ્યો હતો દારૂનો જથ્થો, ટ્રક ચાલક જુબેર હુરમતખાન (મેવાત,હરિયાણા) ની કરાઈ ધરપકડ, વિદેશી દારૂ મોકલનાર ગુડગાવના અશફાકને વોન્ટેડ જાહેર કર્યો, વડોદરામાં દારુ કોણે મંગાવ્યો હતો તેની ક્રાઇમ બ્રાન્ચ કરશે તપાસ
કોમ્બિંગ નાઇટ/ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા કોમ્બિંગ નાઈટ, જીલ્લાભરમાં અચાનક હાથ ધરાયુ, નાઈટ કોમ્બિંગ, ભરૂચ, અંકલેશ્વર, દહેજમાં પોલીસનું સઘન કોમ્બિંગ, જંબુસર, ઝઘડિયા અને પાનોલીમાં કરાયું કોમ્બિંગ. જીલ્લાના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ, કોમ્બિંગ દરમિયાન 153 જેટલા કેસો પણ કરાયા. ગેરકાયદે પ્રવત્તિઓ, ચોરીના વાહનો બાબતે કરાઈ કાર્યવાહી, બોગસ તબીબો સહિત અનેક મામલે પોલીસે કરી કાર્યવાહી, પોલીસની કાર્યવાહીને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ
ઇથેનોલ કાર/ભારતમાં આજે લોન્ચ થશે ઈથેનોલ કાર, મોંઘા પેટ્રોલથી નહિ, તે ફાર્મ ઈંધણ પર ચાલશે કાર, 100% ઇથેનોલ સંચાલિત કાર આજે લોન્ચ થશે, ટોયોટા ઇનોવા આજે ભારતમાં લોન્ચ કરવામાં આવશે, બ્રાઝિલ ઈથેનોલનો ઉપયોગ કરવામાં નંબર 1 દેશ
અકસ્માત/સુરતઃ BRTS રૂટ અકસ્માત કરનારમાં કડક કાર્યવાહી, આરોપી સાજન ઉર્ફે સની પટેલ સામે પાસા હેઠળ કાર્યવાહી, અકસ્માત કરનાર આરોપી અમદાવાદ મધ્યસ્થ જેલનાં હવાલે, સમાજમાં દાખલો બેસાડવા પોલીસની અનોખી પહેલ, દારૂના નાસામાં કાપોદ્રામાં બેફામ કાર હંકારી કર્યો હતો અકસ્માત, અકસ્માતમાં પાંચ લોકોને ઈજા પહોચાડી હતી
Reliance-Biofuel/રિલાયન્સ પરાલીમાંથી ઈંધણનું ઉત્પાદન કરતી દેશની સૌથી મોટી કંપની, પાંચ વર્ષમાં 100 વધુ પ્લાન્ટ સ્થાપશે
Stock Market/ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસનો કારોબાર તેજી સાથે બંધ, રિલાયન્સ જિયો ફાઇનાન્શિયલમાં ઘટાડો
Pragyan-Rover/ચંદ્રયાન-3 વિશે વધુ એક સારા સમાચાર: પ્રજ્ઞાન રોવરે પ્રથમ અડચણ પાર કરતાં ખાડો વટાવ્યો, ઈસરોની મોટી ચિંતા દૂર થઈ