Not Set/ ઓટો/ તમારી પાસે આ કાર છે તો જાણી લો, કંપની કરી રહી છે રિકોલ, જાણો આ છે કારણ

મહિન્દ્રાએ ફેબ્રુઆરીમાં તેની સબ કોમ્પેક્ટ એસયુવી XUV300 લોન્ચ કરી હતી. લોન્ચિંગની સાથે જ આ કાર ઘણી ચર્ચામાં આવી ગઇ હતી. માર્કેટમાં તેની સ્પર્ધા મારુતિની બ્રેઝા, ફોર્ડની ઇકોસ્પોર્ટ જેવી કાર સાથે હતી. હવે મહિન્દ્રા આ એસયુવી કારને રિકોલ કરી રહી છે. મહિન્દ્રાએ કહ્યું કે, 19 મે 2019 દરમિયાન બનેલી તમામ XUV 300 ને રિકોલ કરવામાં આવી […]

Tech & Auto
XUV300 ઓટો/ તમારી પાસે આ કાર છે તો જાણી લો, કંપની કરી રહી છે રિકોલ, જાણો આ છે કારણ

મહિન્દ્રાએ ફેબ્રુઆરીમાં તેની સબ કોમ્પેક્ટ એસયુવી XUV300 લોન્ચ કરી હતી. લોન્ચિંગની સાથે જ આ કાર ઘણી ચર્ચામાં આવી ગઇ હતી. માર્કેટમાં તેની સ્પર્ધા મારુતિની બ્રેઝા, ફોર્ડની ઇકોસ્પોર્ટ જેવી કાર સાથે હતી. હવે મહિન્દ્રા આ એસયુવી કારને રિકોલ કરી રહી છે.

Image result for mahindra xuv300

મહિન્દ્રાએ કહ્યું કે, 19 મે 2019 દરમિયાન બનેલી તમામ XUV 300 ને રિકોલ કરવામાં આવી રહી છે. આની પાછળ, કંપનીએ XUV 300 નાં સસ્પેન્શન કંમ્પોનેન્ટમાં ખામી હોવાનુ જણાવ્યુ છે. કંપનીનું કહેવું છે કે નિરીક્ષણ બાદ તેને બદલવામાં આવશે. જોકે, પાછી બોલાવવાની ગાડીઓની સંખ્યા અંગે કોઈ માહિતી બહાર આવી નથી. કંપનીનું કહેવું છે કે, રિકોલ કરવામાં આવેલ દરેક XUV300 નું નિ:શુલ્ક તપાસ કરવામાં આવશે અને ખામીયુક્ત પાર્ટ્સને બદલવામાં આવશે. આ માટે ગ્રાહકોને પરેશાન થવાની જરૂર નથી. કંપની વ્યક્તિગત રીતે કંપનીની કારનો ઉપયોગ કરતા લોકોનો સંપર્ક કરશે.

Related image

 

આ કારમાં કુલ 7 એરબેગ્સ અને ડ્યુઅલ ઝોન એર કન્ડીશનિંગ સિસ્ટ આપવામાં આવેલ છે. આ કારમાં 1.2 લિટર પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ એન્જિન છે. બંને એન્જિનો 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે. તેનું W6 વેરિઅન્ટ ઓટોમેટિક આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.