Not Set/ ઓટો/ New Creta 2020 માં જાણો આપને શું નવુ મળી રહ્યુ છે

હ્યુન્ડાઇ ક્રેટા ફેસલિફ્ટ ઓટો એક્સ્પો 2020 માં રજૂ કરવામાં આવી છે, જેની સાથે જ કાર સાથે જોડાયેલી અનેક નવી માહિતી બહાર આવી છે. ચાલો આપણે જાણીએ કે 2020 હ્યુન્ડાઇ ક્રેટા કેવી દેખાય છે અને તેમાં નવું શું છે. હ્યુન્ડાઇ ક્રેટાની ડિઝાઇનને અપડેટ કરવામાં આવી છે, તેના આગળનાં ભાગમાં કંપનીની સિગ્નેચર કાસ્કેડિંગ ગ્રિલ લગાવાઈ છે. નવી […]

Tech & Auto
Blog Post 2019CRETA 01 ઓટો/ New Creta 2020 માં જાણો આપને શું નવુ મળી રહ્યુ છે

હ્યુન્ડાઇ ક્રેટા ફેસલિફ્ટ ઓટો એક્સ્પો 2020 માં રજૂ કરવામાં આવી છે, જેની સાથે જ કાર સાથે જોડાયેલી અનેક નવી માહિતી બહાર આવી છે. ચાલો આપણે જાણીએ કે 2020 હ્યુન્ડાઇ ક્રેટા કેવી દેખાય છે અને તેમાં નવું શું છે.

New Creta1 ઓટો/ New Creta 2020 માં જાણો આપને શું નવુ મળી રહ્યુ છે

હ્યુન્ડાઇ ક્રેટાની ડિઝાઇનને અપડેટ કરવામાં આવી છે, તેના આગળનાં ભાગમાં કંપનીની સિગ્નેચર કાસ્કેડિંગ ગ્રિલ લગાવાઈ છે. નવી ક્રેટામાં સ્પ્લિટ એલઈડી હેડલેમ્પ આપવામાં આવેલ છે જેની ઠીક ઉપર એલઈડી ડે ટાઈમ રનિંગ લાઇટ્સ આપવામાં આવેલ છે.

New Creta 2020 ઓટો/ New Creta 2020 માં જાણો આપને શું નવુ મળી રહ્યુ છે

કારનાં બમ્પર્સમાં ફોગલેમ્પ અને એક નવી સ્કિડ પ્લેટ આપવામાં આવેલ છે. પાછળનાં ભાગમાં નવી ડિઝાઇનની એલઇડી ટેઇલલેમ્પ અને પાછળનાં બમ્પરમાં નવી સ્કિડ પ્લેટ આપવામાં આવેલ છે. નવી ક્રેટામાં નવા એલોય વ્હીલ્સવાળી વ્હીલ આર્ક પણ આપવામાં આવી છે.

2020 Hyundai Creta Mileage 1 ઓટો/ New Creta 2020 માં જાણો આપને શું નવુ મળી રહ્યુ છે

હરીફ કાર

લોન્ચ બાદ હ્યુન્ડાઇ ક્રેટાનો સીધો મુકાબલો મારુતિ વિટારા બ્રેઝા સાથે થશે. આ સાથે, ગયા વર્ષે ભારતીય બજારમાં ઉતરેલા એમજી હેક્ટર અને કિઆ સેલ્ટોસ જેવી કેટલીક નવી બ્રાન્ડ ક્રેટાને સારી સ્પર્ધા આપી શકે છે.

Creta vs Seltos ઓટો/ New Creta 2020 માં જાણો આપને શું નવુ મળી રહ્યુ છે

ઈન્ટીરિયર

નવી ક્રેટામાં ડ્યુઅલ ટોન ઇન્ટીરિયર આપવામાં આવેલ છે. આ કારમાં નવી ડિઝાઇનનું સ્પોર્ટી મલ્ટીફંકશ્ન સ્ટીયરિંગ વ્હીલ અને સ્લિમ એસી વેંટ મળે છે, સાથે જ 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પેનારોમિક સનરૂફ અને કનેક્ટેડ ટેક્નોલોજીની બ્લૂ લિંક્સ સુવિધા આપવામાં આવેલ છે.

ફિચર્સ

ફિચર્સની વાત કરીએ તો, કારમાં નવી ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક સિસ્ટમ ઉમેરવામાં આવી છે, સાથે સાથે હવે એક પેનારોમિક સનરૂફ પણ આપવામાં આવેલ છે. નવી જરૂરિયાતોને પહોંચી વળવા માટે કારની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અપડેટ કરવામાં આવી છે, હવે તેને એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોનો સપોર્ટ પણ મળી રહ્યો છે. કારમાં એબીએસ અને ઇબીડી જેવા ફ્રન્ટ અને રીઅર પાર્કિંગ સેન્સર, રીયરવ્યુ કેમેરા, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, 6-એયરબેગ જેવા સેફ્ટી ફિચર્સ પણ આપવામાં આવેલ છે.

એન્જિન

નવી ક્રેટામાં બીએસ 6 ઉત્સર્જન ધોરણો અનુસાર 1.5 લિટર ડીઝલ, પેટ્રોલ અને 1.4 લિટર બીએસ 6 ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવી રહ્યુ છે. બધા એન્જિનો 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સમાં ઉપલબ્ધ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.