Not Set/ અયોધ્યા નિર્ણય/ કુમાર વિશ્વાસે લોકોને શાંતિ બનાવી રાખવા કરી અપીલ, કહ્યુ-ધર્મ પહેલા આપણી ઓળખ ભારતીય

અયોધ્યા કેસ અંગે સરકાર અને દેશભરનાં અનેક મહાનુભાવો શાંતિ માટે અપીલ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટનાં કોઈપણ નિર્ણય, હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મોએ દિલથી સ્વીકારવું જોઈએ. આ કડીમાં જાણીતા યુવા પેઢીનાં હિન્દી કવિ કુમાર વિશ્વાસે દેશવાસીઓને શાંતિ માટે અપીલ કરી છે. વિશ્વાસે બંને ધર્મોનાં લોકોને કહ્યું કે શનિવારે જે […]

Top Stories India

અયોધ્યા કેસ અંગે સરકાર અને દેશભરનાં અનેક મહાનુભાવો શાંતિ માટે અપીલ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટનાં કોઈપણ નિર્ણય, હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મોએ દિલથી સ્વીકારવું જોઈએ. આ કડીમાં જાણીતા યુવા પેઢીનાં હિન્દી કવિ કુમાર વિશ્વાસે દેશવાસીઓને શાંતિ માટે અપીલ કરી છે.

વિશ્વાસે બંને ધર્મોનાં લોકોને કહ્યું કે શનિવારે જે પણ નિર્ણય આવે છે તેને સ્વીકારવો જોઈએ. કુમાર વિશ્વાસે કહ્યું છે કે બધા સાથે સુમેળ રાખવો અને કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી. તેમણે કહ્યું કે આપણે આ નિર્ણયનું આવકારવું જોઇએ કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે આ દેશ અને અહીંનાં લોકોનાં ભવિષ્ય માટે સારું છે.

કુમાર વિશ્વાસે શુક્રવારની રાત્રીએ ફેસબુક પર લાઇવ આવીને લોકોને કહ્યું હતું કે વિશ્વનાં ઘણા દેશો છે, જે ભારતનાં વિનાશથી ખુશ છે. આપણે આવતી કાલનાં નિર્ણય બાદ એવુ કઇ કરવુ જોઇએ નહી કે તે લોકોને આપણા વિશે કહેવાની તક મળે. તેમણે કહ્યું કે ભાઈચારા સાથે ધાર્મિક કટ્ટરતા સિવાય ધર્મનાં બંને લોકોએ આવેલો નિર્ણય સ્વીકારવો જોઈએ. કોઈ પણ ધર્મ પહેલા આપણી ઓળખ ભારતીયની છે.

https://www.facebook.com/KumarVishwas/videos/1147193828807955/

કુમારે કહ્યું કે જો કોઈ પણ ધર્મનાં લોકોને લાગે છે કે તેમના પક્ષમાં નિર્ણયમાં કંઇક અભાવ છે, તો તેને પૂરા દિલથી સ્વીકારો કારણ કે લાંબા પ્રતીક્ષા પછી આ નિર્ણય આવી રહ્યો છે અને હવે દેશ આગળ વધ્યો છે પ્રગતિનાં માર્ગ પર આગળ વધવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.