Not Set/ ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ નું ટ્રેલર થયુ રિલીઝ, Gay અભિનય સાથે જોવા મળશે આયુષ્માન ખુરાના

શુભ મંગલ જ્યાદા સાવધાન, બધાઈ હો, બાલા, ડ્રીમ ગર્લ જેવી ફિલ્મો પછી આયુષ્માન ખુરાના ફરી એક વખત બોલ્ડ અને રસપ્રદ કન્ટેન્ટ સાથે દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે. પરંતુ આ વખતે આયુષ્માન સાથે કોઈ અભિનેત્રી નથી પરંતુ તેમની સાથે જીતુ ભૈયા એટલે કે જીતેન્દ્રકુમાર છે. આયુષ્માન ખુરાના અને જીતેન્દ્ર કુમાર અભિનીત શુભ મંગલ જ્યાદા સાવધાન ફિલ્મનું […]

Uncategorized
Shubh Mangal Jyada Savdhan ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન' નું ટ્રેલર થયુ રિલીઝ, Gay અભિનય સાથે જોવા મળશે આયુષ્માન ખુરાના

શુભ મંગલ જ્યાદા સાવધાન, બધાઈ હો, બાલા, ડ્રીમ ગર્લ જેવી ફિલ્મો પછી આયુષ્માન ખુરાના ફરી એક વખત બોલ્ડ અને રસપ્રદ કન્ટેન્ટ સાથે દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે. પરંતુ આ વખતે આયુષ્માન સાથે કોઈ અભિનેત્રી નથી પરંતુ તેમની સાથે જીતુ ભૈયા એટલે કે જીતેન્દ્રકુમાર છે. આયુષ્માન ખુરાના અને જીતેન્દ્ર કુમાર અભિનીત શુભ મંગલ જ્યાદા સાવધાન ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. અને અપેક્ષા મુજબ, ફિલ્મનું ટ્રેલર ખૂબ જ રસપ્રદ છે.

ગે સેક્સ જેવા બોલ્ડ વિષય પર મનોરંજક ફિલ્મ બનાવવી સરળ નથી. પરંતુ ડિરેક્ટર હિતેશ કેવલ્યાએ આ જોખમ ઉઠાવ્યું છે. આ ફિલ્મ 21 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં આયુષ્માન અને જીતેન્દ્ર ગે કપલની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે મજબૂત સ્ટારકાસ્ટ્સ પરિવારનાં સભ્યોની ભૂમિકામાં નીના ગુપ્તા, ગજરાજ રાવ, મનુરીશી ચડ્ડા, સુનિતા રાજવર, નીરજ સિંઘ, પંખુરી અવસ્થી વગેરે જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.