ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રૂટ માટે નવું વર્ષ નિરાશાજનક સાબિત થઇ રહ્યુ છે. રૂટ એશિઝ સીરીઝની ચોથી ટેસ્ટમાં શૂન્ય પર આઉટ થઈ ગયો છે. તેણે વર્ષ 2021માં સૌથી વધુ રન બનાવ્યા હતા. રૂટ સાત બોલમાં કોઈ રન બનાવી શક્યો નહોતો. તેની વિકેટ સ્કોટ બોલેન્ડે લીધી હતી.
આ પણ વાંચો – કોરોના સંક્રમિત / SAIના બેંગલુરુ સેન્ટરમાં કોરોના બોમ્બ વિસ્ફોટ 35 એથ્લેટ કોરોના સંક્રમિત,જાણો વિગત
બોલેન્ડનાં બોલ પર તે સ્લિપમાં સ્ટીવ સ્મિથનાં હાથે કેચ આઉટ થયો હતો. આ સાથે તેના નામે કેટલાક શરમજનક રેકોર્ડ્સ જોડાયા હતા. ઈંગ્લેન્ડનો કેપ્ટન છેલ્લી 50 ટેસ્ટ ઇનિંગ્સમાં બીજી વખત શૂન્ય પર આઉટ થયો છે. વર્તમાન એશિઝ સીરીઝની વાત કરીએ તો તે બીજી વખત શૂન્ય પર આઉટ થયો છે. રૂટ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનાં કેપ્ટન તરીકે સાતમી વખત આઉટ થયો છે, તે ઈંગ્લેન્ડનાં કેપ્ટન તરીકે ટેસ્ટમાં સૌથી વધુ 0 આઉટ થવાના મામલે બીજા નંબરે પહોંચી ગયો છે. તેનાથી આગળ માઈકલ અર્થટન છે, જે ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ દરમિયાન ટેસ્ટમાં 8 વખત શૂન્ય પર આઉટ થયા હતા. રૂટ કેપ્ટન તરીકે ટેસ્ટમાં એક ટીમ વિરુદ્ધ સૌથી વધુ વખત આઉટ થવા માટે સંયુક્ત રીતે બીજા સ્થાને પહોંચી ગયો છે.
https://twitter.com/AbdullahNeaz/status/1479284558168150017?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1479284558168150017%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fcricket%2Fstory-ashes-2021-22-eng-vs-aus-4th-test-former-england-captain-joe-root-equaled-to-don-bradman-record-as-a-most-ducks-by-a-captain-against-as-a-team-5516835.html
આ પણ વાંચો – કોરોનાનો મોટો ફટકો / 3 BCCI અને MCAના 15 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતાં, ત્રણ દિવસ ઓફિસ બંધ કરાઇ
રૂટ કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયા સામે પાંચમી વખત ખાતું પણ ખોલી શક્યો ન હતો. આ બાબતમાં તે ડોન બ્રેડમેનની બરાબર આવી ગયો છે. ઓસ્ટ્રેલિયાનાં સુકાની રહીને તે ઈંગ્લેન્ડ સામે 5 વખત 0 રને આઉટ થયા હતા. આ યાદીમાં ન્યૂઝીલેન્ડનાં સ્ટીફન ફ્લેમિંગ ટોપ પર છે, જેઓ કેપ્ટન તરીકે 6 વખત ઓસ્ટ્રેલિયા સામે 0 રન પર આઉટ થયા છે. સિડની ટેસ્ટની વાત કરીએ તો ત્રીજા દિવસની રમત પૂરી થવા સુધી ઈંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 294 રન બનાવ્યા હતા. દિવસની રમતનાં અંતે જોની બેયરસ્ટો 113 અને બોન સ્ટોક્સનાં શાનદાર 66 રનની મદદથી ઈંગ્લેન્ડની ટીમ ફોલોઓન બચાવવામાં સફળ થઇ હતી. સમાચાર લખાય ત્યા સુધી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 56 રન પર 2 વિકેટ છે.
