bangladesh news/ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન PM શેખ હસીનાએ આપ્યું રાજીનામું, રાજધાની ઢાકા છોડી સલામત સ્થળે સ્થળાંતર

બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. દેશમાં એક મહિનાથી અનામતને લઈને વિવાદ ચાલતો હતો. પીએમ હસીનાના રાજીનામાની માંગ કરતા વિરોધ ઉગ્ર બન્યો હતો.

Top Stories World Breaking News

Bangladesh News: બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. દેશમાં એક મહિનાથી અનામતને લઈને વિવાદ ચાલતો હતો. પીએમ હસીનાના રાજીનામાની માંગ કરતા વિરોધ ઉગ્ર બન્યો હતો. દરમ્યાન વ્યાપક વિરોધ વચ્ચે પીએમ હસીનાએ રાજધાની ઢાકા છોડી દીધી હોવાના અહેવાલ છે. નેતાની નજીકના એક સૂત્રએ એએફપીને જણાવ્યું હતું કે “તેણી અને તેની બહેન ગણભવન (પ્રીમિયરનું સત્તાવાર નિવાસસ્થાન) છોડીને સલામત સ્થળે ગયા છે.”  પીએમની નજીકના સૂત્રએ જણાવ્યું કે  વડા પ્રધાન હસીનો હિંસક આંદોલનને લઈને ભાષણ રેકોર્ડ કરવા માંગતા હતા પરંતુ સંજોગોને કારણે તે કરવું શકય બન્યું નહિ.

અહેવાલ મુજબ હસીનાએ રાજીનામું આપી દીધું છે. આરક્ષણને લઈને એક મહિના સુધી ચાલી રહેલા હોબાળા બાદ આખરે સ્થિતિ એવી પહોંચી કે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપીને દેશ છોડવો પડ્યો. ભારતના પૂર્વ રાજદૂતે માહિતી આપી.

મહત્વનું છે કે બાંગ્લાદેશમાં અનામત સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન હવે મોટા આંદોલનમાં ફેરવાઈ ગયું છે. આ દરમિયાન સમાચાર છે કે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ઢાકા પેલેસ છોડીને કોઈ સુરક્ષિત જગ્યાએ ગયા છે. એવું માનવામાં આવે છે કે પીએ શેખ હસીના ભારત આવી રહ્યા છે. પીએમ હસીનાનું હેલિકોપ્ટર ભારતના અગરતલા તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે લાખો લોકો કર્ફ્યુ તોડીને રસ્તા પર ઉતરી આવ્યા છે. આંદોલનકારીઓ હિંસક બનતા પીએઅ હસીનાના ઘરમાં ઘૂસ્યા હતા. જેના બાદ શેખ હસીનાએ રાજધાની ઢાકા છોડવાના નિર્ણય કર્યો. ઢાકા છોડતા જ હસીનાએ પીએમ પદેથી રાજીનામું આપ્યું હતું. હાલ તેમનું હેલિકોપ્ટર ભારત તરફ આગળ વધી રહ્યું છે.

પીએમના રાજીનામા બાદ સેના દેશને કરશે સંબોધન

શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશમાં માર્શલ લો લાગુ થશે.બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા બાદ દેશમાં વચગાળાની સૈન્ય સરકારની રચના કરવામાં આવશે. બાંગ્લાદેશના આર્મી ચીફ વોકર-ઉઝ-ઝમાન એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા ઉગ્ર વિરોધ બાદ રાષ્ટ્રને સંબોધિત કરશે. સેનાના પ્રવક્તાએ આ જાણકારી આપી છે. સેનાના સત્તાવાર પ્રવક્તા ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન ઓફિસર રશીદુલ આલમે કહ્યું કે જનરલ વોકર લોકોને સંબોધિત કરશે.

બાંગ્લાદેશ ફરી એકવાર અનામતની આગમાં સળગી રહ્યું છે, અનેક જગ્યાએથી હિંસા અને આગચંપીની ઘટનાઓ સામે આવી રહી છે. સિરાજગંજના ઇનાયતપુર પોલીસ સ્ટેશનમાં પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું અને આગ લગાવી દીધી. પોલીસ સ્ટેશનમાં લાગેલી આગમાં 13 પોલીસકર્મીઓના મોત થયા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બપોરે એક સાથે હજારો દેખાવકારોએ ઇનાયતપુર પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. અચાનક થયેલા આતંકના કારણે પોલીસકર્મીઓ કંઈ કરી શક્યા ન હતા. ત્યારબાદ પ્રદર્શનકારીઓએ આખા પોલીસ સ્ટેશનને આગ લગાવી દીધી, જેમાં 13 પોલીસકર્મીઓના મોત થયા. આ દરમિયાન સેના રાષ્ટ્રને સંબોધન કરવા જઈ રહી છે.

નોંધનીય છે કે ભારતના પડોશી દેશોમાં અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્રીલંકા બાદ હવે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું. તેમજ પાકિસ્તાનમાં પણ લાંબા સમયથી આર્થિક રીતે મંદીનો દોર ચાલી રહ્યો છે. દરમ્યાન છેલ્લા કેટલાક સમયમાં ભારે વરસાદ અને નદીઓના પૂર જેવા કુદરતી આફતને કારણે પણ પાકિસ્તાનમાં વિષમ પરિસ્થિતિ પેદા થઈ છે. શું ભારતના પડોશી દેશોનો માહોલ રાજકારણ પર પણ અસર કરશે?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બાંગ્લાદેશમાં ભીષણ અથડામણ, PM શેખ હસીના ‘આ વિદ્યાર્થીઓ નથી..આતંકવાદીઓ છે’

આ પણ વાંચો:મોસાદનું મગજ અને ઈરાની એજન્ટોની હિંમત… જાણો કઈ રીતે ઈસ્માઈલ હાનિયાની હત્યા થઈ

આ પણ વાંચો:અવકાશમાંથી ભારત સહીત અન્ય દેશો પર દેખાય છે કાર્બન ડાયોક્સાઈડના વાદળ, NASAના વીડિયોમાં ડરામણા દૃશ્ય