Not Set/ દેશભરમાં આ દિવસે બેંકો રહેશે બંધ, જાણો શું છે કારણ

ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર કન્ફેડરેશન દેશભરમાં બે દિવસીય બેંક હડતાલ કરશે. આ હડતાલ 26 અને 27 સપ્ટેમ્બરનાં રોજ કરવામાં આવશે. ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર કન્ફેડરેશન સેક્રેટરી આર.કે.શેખરને આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 4 અધિકારી દેશભરનાં 4 લાખ અધિકારીઓનું પ્રતિનિધિત્વ કરશે. આ હડતાલ દેશવ્યાપી રહેશે. બેંકની સંપૂર્ણ કામગીરી બે દિવસ અટકી રહેશે. આર. શેખરને […]

Top Stories Business

ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર કન્ફેડરેશન દેશભરમાં બે દિવસીય બેંક હડતાલ કરશે. આ હડતાલ 26 અને 27 સપ્ટેમ્બરનાં રોજ કરવામાં આવશે. ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર કન્ફેડરેશન સેક્રેટરી આર.કે.શેખરને આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 4 અધિકારી દેશભરનાં 4 લાખ અધિકારીઓનું પ્રતિનિધિત્વ કરશે. આ હડતાલ દેશવ્યાપી રહેશે. બેંકની સંપૂર્ણ કામગીરી બે દિવસ અટકી રહેશે.

આર. શેખરને કહ્યું કે અમે અમારી માંગ માટે આ હડતાલ કરી રહ્યા છીએ. અમારી મુખ્ય માંગ બેંકોનાં મર્જરની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે જાહેર ક્ષેત્રની બેંકો મર્જ થઈ ગઈ છે. આ મર્જર સામાન્ય લોકોનાં હિતની વિરુદ્ધ છે. આનાથી સામાન્ય લોકો માટે ઘણી મુશ્કેલી ઉભી થશે. અમે આ માંગ સાથે બે દિવસીય હડતાલ પર જઈ રહ્યા છીએ.

નાણાંમંત્રી નિર્મલા સીતારામને પત્રકાર પરિષદમાં બેંકોનાં વિલીનીકરણની મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતુ કે પંજાબ નેશનલ બેંક, ઓબીસી બેંક અને યુનાઇટેડ બેંક એક સાથે ભળી ગયા છે. તેમાંથી પંજાબ નેશનલ બેંક મુખ્ય બેંક હશે. હવે દેશમાં 12 સરકારી બેંકોને 27 થી ઘટાડી દેવામાં આવી છે. બેંકો પીએનબી, કેનેરા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક હશે. આ સિવાય નાણાંમંત્રીએ વધુ બેંકોનાં મર્જરની પણ જાહેરાત કરી છે.

નિર્મલા સીતારામને પંજાબ નેશનલ બેંક, યુનાઇટેડ બેંક અને ઓરિએન્ટલ બેંકનાં મર્જરની ઘોષણા કરી હતી. આ મર્જર પછી, પીએનબી દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક બનશે. ઈન્ડિયન બેંક, અલ્હાબાદ બેંકમાં મર્જ કરવામાં આવશે. 8.08 લાખ કરોડનાં ટર્નઓવર સાથે તે જાહેર ક્ષેત્રની સાતમી સૌથી મોટી બેંક હશે. કેનેરા બેંક અને સિડિકેંટ બેંક એક સાથે મર્જ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.