અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી એટલે કે મિશેલ ઓબામાનો ગુરુવારે જન્મદિવસ હતો. સોશિયલ મીડિયામાં મિશેલ ઓબામાના જન્મદિવસની શુભેરછાનો વરસાદ થઇ ગયો હતો.અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા એ કઈક ખાસ રીતે તેમની પત્નીને જન્મદિવસની શુભેરછા આપી હતી.
I knew it way back then and I’m absolutely convinced of it today — you’re one of a kind, @MichelleObama. Happy Birthday! pic.twitter.com/ejqm0uC9J4
— Barack Obama (@BarackObama) January 17, 2019
ઓબામાએ પોતાના એકાઉન્ટમાં એક ફોટો શેર કર્યો હતો જે વર્ષ ૧૯૯૦નો છે જે સમયે ઓબામાં અને મિશેલ સગાઇના બંધનમાં જોડાયા હતા.ઓબામાંએ લખ્યું કે મને એ સમયે પણ ખબર હતી અને આજે પણ ખબર છે કે તમારા જેવું કોઈ નથી, મિશેલ ઓબામા. હેપ્પી બર્થડે.
ઓબામાંની આ પોસ્ટને ઘણા લોકોએ રીટ્વીટ કરી હતી અને લાઇક પણ કરી હતી.
Thank you all so much for the birthday love—I love you all right back! Feeling so incredibly thankful for my South Side roots, my soul-affirming partner and daughters, and every unimaginable twist and turn over these 55 years. Can’t wait to see what becomes of the next one! https://t.co/XPiPpFY4HT
— Michelle Obama (@MichelleObama) January 17, 2019
પતિના આ ટ્વીટનો જવાબ આપ્યા મિશેલે પણ લખ્યું હતું કે હું તમને આજે પણ એટલો જ પ્રેમ કરું છુ. હું પોતાને ઘણી નસીબદાર સમજુ છુ. મારા સાથી, મારી દીકરીઓ અને બીજી ઘણી અકલ્પનીય વાતોને પાછા વળીને જોવું ઘણું સુખદ છે. હવે એ જોવાની દિલચસ્પી છે કે આવનારા સમયમાં શું થશે !
તમને જણાવી દઈએ કે મિશેલ અને ઓબામાં વર્ષ ૧૯૯૨માં લગ્નના તાંતણે બંધાયા હતા.
