Not Set/ Total Dhamaal નું ન્યુ પોસ્ટર થયું રિલીઝ, વાઇલ્ડ એડવેંચર માટે રહો તૈયાર

મુંબઇ, ફિલ્મ ‘ટોટલ ધમાલ’ નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં ફિલ્મની સંપૂર્ણ સ્ટાર કાસ્ટ  જોવા મળી રહ્યા છે જેમાં તમે અજય દેવગન, અનિલ કપૂર, માધુરી દિક્ષિત, જોની લીવર, અરશદ વારસી, રિતેશ દેશમુખ, ઝાવેદ ઝાફરી અને સંજય મિશ્રાને જોઈ શકાય છે. પોસ્ટરને શેર કરતી વખતે લખ્યું છે કે, તમારાથી હશે હવે માત્ર ટોટલ […]

Uncategorized

મુંબઇ,

ફિલ્મ ‘ટોટલ ધમાલ’ નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં ફિલ્મની સંપૂર્ણ સ્ટાર કાસ્ટ  જોવા મળી રહ્યા છે જેમાં તમે અજય દેવગન, અનિલ કપૂર, માધુરી દિક્ષિત, જોની લીવર, અરશદ વારસી, રિતેશ દેશમુખ, ઝાવેદ ઝાફરી અને સંજય મિશ્રાને જોઈ શકાય છે. પોસ્ટરને શેર કરતી વખતે લખ્યું છે કે, તમારાથી હશે હવે માત્ર ટોટલ ધમાલ. સૌથી વાઇલ્ડ એડવેંચર માટે તૈયાર રહો. 21 જાન્યુઆરી ટ્રેલર આઉટ થશે.

આપને જણાવી દઈએ કે ‘ટોટલ ધમાલ’, ‘ધમાલ’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. ‘ધમાલ’માં અરશદ વારસી, ઝાવેદ, રિતેશ દેશમુખ હતા. જણાવી દઈએ કે અત્યાર સુધી ટોટલ ધમાલના ત્રણ પોસ્ટર સામે આવી ચુક્યા છે.

Image result for total dhamaal

ફિલ્મનું નિર્દેશન ઇન્દ્રકુમારે કર્યું છે. અજયની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો તેઓ આ વર્ષે  ‘ટોટલ ધમાલ’ સાથે સાથે ‘તાનજી-ધ અનસંગ વૉરિયર’માં પણ જોવા મળશે. ફિલ્મની સ્ટોરી 1670 માં સિંહગઢ યુદ્ધ પર આધારિત છે.

તો બીજી બાજુ અનિલ કપૂર ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે સોનમ કપૂર, રાજકુમાર રાવ અને જુહી ચાવલા છે.