માતાજીના માંડવામાં હાજરી આપવા આવેલા આધેડનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. પૂરઝડપે આવી રહેલા બાઈક ચાલકને સ્ટેરીંગ ઉપર કાબૂ ન રહેતા તેમની બાઈક ઝાડ સાથે જઈને અથડાઈ ગઈ હતી. જેમાં આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજી જતા મૃતકના ઘરમાં ભારે શોકનું મોજું ફરી વળ્યુ હતું.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર , બરવાળા તાલુકાના વહીયા ગામે લીંમડાના ઝાડ સાથે બાઇક અથડાતા બાઇક સવારનું ઘટના સ્થળે નિપજ્યું મોત બરવાળા આરોગ્ય કેન્દ્ર ખાતે લવાયા જ્યાં પોસ્ટમોર્ટમ કરાયુ પોલીસે કાર્યવાહી હાથ ધરી

બરવાળા તાલુકાના વહીયા ગામ પાસે બરવાળા તરફ આવતા રસ્તા પર લીંમડા ના વૃક્ષ સાથે હીરો સ્પેલનડર બાઇક અથડાતા બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, મૂળ ઘોઘા તાલુકાના તણસા ગામના વતની 62 વર્ષીય હિંમતભાઈ ઘૂસાભાઈ ડાભી ચારણકી ગામે પોતાના સાઢુ ભાઈના ઘરે માતાજીના માંડવા માં હાજરી દેવા આવેલ ત્યાર બાદ ઘરે તણસા ગામ પરત જતી વખતે પોતાના મોટર સાયકલ પર કાબુ ગુમાવતા વહીયા ગામથી આગળ લીમડાના વૃક્ષ સાથે બાઇક અથડાતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જે બાદ તેઓને બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાયા હતા અને ત્યાં મૃતકનુ પોસ્ટમોર્ટમ કરી તેઓના સાઢુ ભાઈ અશોકભાઈ વાલજીભાઈ પનારા એ બરવાળા પોલીસ માં ફરિયાદ નોંધાવેલ જે ફરિયાદ ના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
