વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ બીજી ટેસ્ટમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડને હરાવી વિશ્વની નંબર 1 ટીમ બની ગઈ છે. મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યું હતું. ભારતે સીરીઝ 1-0 થી જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં મળેલી હારનો હિસાબ બરાબરી કરી લીધો છે. આ જીત બાદ ભારતીય ટીમ ટેસ્ટ રેન્કિંગમાં 5 પોઈન્ટની લીડ સાથે 119થી 124માં સ્થાન પર પહોંચી ગઈ છે. વળી ન્યૂઝીલેન્ડની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે અને ટીમનું રેટિંગ 121 થઈ ગયું છે. ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર પણ આ જ આત્મવિશ્વાસ સાથે પોતાનું રેન્કિંગ જાળવી રાખવા ઈચ્છશે.
આ પણ વાંચો – Cricket / ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ માટે દક્ષિણ આફ્રિકાએ ટીમની કરી જાહેરાત, દિગ્ગજ ખેલાડીઓ પરત ફર્યા
વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમે રેન્કિંગમાં 3465 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે ન્યૂઝીલેન્ડ બીજા સ્થાને સરકી ગયું છે. તેને 3021 પોઈન્ટ્સ છે. ઓસ્ટ્રેલિયા 1844 પોઈન્ટ સાથે રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે. જો કે, ન્યૂઝીલેન્ડ સામેની ભારતની સીરીઝ જીતથી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેબલમાં કોઈ ફેરફાર થયો નથી. તે 58.33 અને 42 પોઈન્ટની જીતની ટકાવારી સાથે ત્રીજા સ્થાને છે. હાલમાં, શ્રીલંકા બે મેચ અને એક સીરીઝ જીત સાથે 100 જીતની ટકાવારી સાથે ટોચનાં સ્થાને છે, જ્યારે પાકિસ્તાન 66.66 ની જીતની ટકાવારી સાથે બીજા સ્થાને છે. વિરાટ કોહલીનાં નેતૃત્વમાં ભારત અત્યાર સુધી ઘરઆંગણે એક પણ ટેસ્ટ સીરીઝ હાર્યું નથી. કોહલીએ ભારતીય ટીમનું નેતૃત્વ કરતી વખતે માત્ર બે ટેસ્ટ ગુમાવી છે જ્યારે ભારતે તેની કેપ્ટનશીપ હેઠળ 24મી ટેસ્ટ જીતી છે. મુંબઈમાં રમાયેલી ટેસ્ટ મેચ ભલે ભારતે જીતી હોય, પરંતુ આ મેચ ન્યૂઝીલેન્ડનાં એજાઝ પટેલનાં નામે હંમેશા યાદ રહેશે. એજાઝ પટેલે મુંબઈ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ભારતની તમામ દસ વિકેટ લીધી હતી અને આવું કરનાર ટેસ્ટ ઈતિહાસનો ત્રીજો બોલર બન્યો હતો.
🔝
India are back to the No.1 spot in the @MRFWorldwide ICC Men’s Test Team Rankings.#INDvNZ pic.twitter.com/TjI5W7eWmq
— ICC (@ICC) December 6, 2021
આ પણ વાંચો – ક્રિકેટ પ્રવાસ / ઓમિક્રોનની દહેશત વચ્ચે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર જશે,નવો કાર્યક્રમ જાહેર…
2021 માં તેમની ધરતી પર ભારતનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. ટીમે કુલ 4 મેચ જીતી હતી. ઈંગ્લેન્ડ સામેની મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુઝીલેન્ડ સામે 1-0 થી સીરીઝ જીત એ ટીમની ભારતમાં સતત 14મી ટેસ્ટ સીરીઝ જીત છે. નોંધનીય છે કે, ભારતીય ટીમ હવે 26 ડિસેમ્બરથી શરૂ થનારી ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ માટે દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસની તૈયારી કરશે. તે પછી તે યજમાન દક્ષિણ આફ્રિકા સામે ત્રણ વનડે રમશે, જ્યારે ન્યૂઝીલેન્ડ આ મહિનાનાં અંતમાં બે મેચની ટેસ્ટ સીરીઝ માટે બાંગ્લાદેશની યજમાની કરશે.
