Betel Nut Seized in Bhachau Kutch : સરહદી જિલ્લા કચ્છમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસે લાલ આંખ કરી છે. ભચાઉ તાલુકાના આધોઈ ગામેથી વિદેશી સોપારી (Betel Nut) ભરેલું એક ટ્રેલર ઝડપાતા ચકચાર મચી ગઈ છે RR સેલના અધિકારીઓએ વિદેશી સોપારી ભરેલું ટ્રેલર ઝડપી પાડ્યું. જેને પગલે સોપારીના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલ આ સોપારીનો જથ્થો કોણે મંગાવ્યો હતો અને કયા સ્થળે પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. સ્થાનિક પોલીસના સહયોગથી સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો
આ પણ વાંચો: કચ્છનો દરિયાકાંઠો ‘બ્લૂ ઇકોનોમી’નું પાવરહાઉસ બનશે
