Not Set/ ભાવનગરમાં ભારે વરસાદનાં કારણે ઘૂંટણ સમા પાણી ભરાયુ, ગામ લોકોએ લગાવ્યો તંત્ર પર આરોપ

ગુજરાતમાં ચોતરફ વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં વરસાદ વધુ પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાવનગર જિલ્લાની વાત કરીએ તો અહી પણ વરસાદે તેનો કહેર વર્તાવ્યો છે. અહી વલ્લભી ઉર ઉમરાળા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડતા અને ઉપરવાસમાં પાણીની આવક વધતા આસપાસની નદીમાં પાણીનું સ્તર વધ્યુ છે. ભાવનગરનાં […]

Gujarat Others

ગુજરાતમાં ચોતરફ વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં વરસાદ વધુ પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાવનગર જિલ્લાની વાત કરીએ તો અહી પણ વરસાદે તેનો કહેર વર્તાવ્યો છે. અહી વલ્લભી ઉર ઉમરાળા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડતા અને ઉપરવાસમાં પાણીની આવક વધતા આસપાસની નદીમાં પાણીનું સ્તર વધ્યુ છે. ભાવનગરનાં ભાલ પંથકમાં ભારે વરસાદનાં કારણે લોકોનાં ઘરોમાં પાણી ભરાઇ ગયા છે અને ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

ભાવનગર-અમદાવાદ હાઇવે પર પાણી ભરાઇ જતા તંત્ર દ્વારા રોડને તોડી પાણીનાં નિકાળની કામીરીને હાથ ધરવામા આવી હતી. ભાવનગરનાં ગામમાં રહેતા રહિસોનું કહેવુ છે કે, પાણી ઘૂંટણ સમા ભરાતા અમે ખૂબ તકલીફોનો સામનો કરી રહ્યા છીએ. અહી કોઇ જોવા માટે પણ ન આવ્યુ હોવાનુ રહિસોએ જણાવ્યુ હતુ. કોઇ સારવાર માટે પણ પૂછવા આવ્યુ નથી.

ઉલ્લેખનીય છે કે, પાણી ભરાતા ગામ લોકો સહિત પશુઓ પણ ભારે તકલીફોનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. ભારે વરસાદનાં કારણે નદીનું પાણી રહેણાંક વિસ્તારો સુધી આવી ગયુ છે. હાલત જોઇને સ્પષ્ટ થઇ રહ્યુ છે કે જો અહી હજુ ભારે વરસાદ પડશે તો રહેવાસીઓને પોતાના ઘર છોડી અન્ય જગ્યાએ જવાની ફરજ પડી શકે છે.

જુઓ ખાસ અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.