એશિયા કપ 2023 પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને મોટો આંચકો લાગ્યો છે. વાસ્તવમાં બાંગ્લાદેશ વનડે ટીમના કેપ્ટન અને અનુભવી બેટ્સમેન તમિમ ઈકબાલે કેપ્ટનશીપ છોડી દીધી છે. આ સાથે તેણે એશિયા કપ જેવી મહત્વની ટૂર્નામેન્ટમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જણાવી દઈએ કે 34 વર્ષીય તમિમ જુલાઈમાં અફઘાનિસ્તાન સામેની હોમ સિરીઝ દરમિયાન ODI ક્રિકેટને અલવિદા કહી દીધું હતું પરંતુ બાદમાં તેણે નિર્ણય બદલી નાખ્યો હતો. પરંતુ હવે તેણે બાંગ્લાદેશ વનડે ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે.
તમીમ ઈકબાલે છોડી દીધી કેપ્ટનશીપ
તમને જણાવી દઈએ કે એશિયા કપ 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાશે. આ પહેલા બાંગ્લાદેશની ટીમને સુકાની તમીમ ઈકબાલના રૂપમાં મોટી ખોટ પડી છે. તમીમ એશિયા કપ પહેલા જ સુકાની પદ છોડી ચૂક્યો છે. તમિમે મીડિયાને કહ્યું કે, ‘હું કેપ્ટન્સી છોડી રહ્યો છું અને એક ખેલાડી તરીકે ધ્યાન આપીશ અને જ્યારે પણ તક મળશે ત્યારે મારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીશ’.
નિવૃત્તિની જાહેરાત કર્યા પછી મારો નિર્ણય બદલ્યો
ઉલ્લેખનીય છે કે, તમીમ ઈકબાલે થોડા સમય પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંપૂર્ણ નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે, થોડા સમય પછી તેણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો અને નિવૃત્તિની જાહેરાત પાછી ખેંચી લીધી. ગત વખતે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના હસ્તક્ષેપ બાદ તમિમે પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો, પરંતુ તેણે કહ્યું કે આ વખતે તેણે વડાપ્રધાનને કહ્યું છે. તેમણે કહ્યું, ‘મેં વડાપ્રધાન સાથે વાત કરી હતી અને તેઓ સમજી ગયા છે.’
ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશના સ્ટાર ઓપનર તમીમ ઈકબાલે પોતાના કેપ્ટન પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેના કારણે બાંગ્લાદેશને આંચકો લાગ્યો છે. જો કે, આ સિવાય તમીમ સમગ્ર એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. વાસ્તવમાં, તે તેની પીઠની ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને તેની ઈજા ઠીક થઈ રહી છે, જેના કારણે તેને સમગ્ર એશિયા કપ 2023માંથી બહાર થવું પડશે. તમને જણાવી દઈએ કે તમિમ પીઠના દુખાવાથી છુટકારો મેળવવા માટે બે ઇન્જેક્શન લીધા છે અને તે આ મહિનાના અંતમાં જ મેદાનમાં પરત ફરી શકશે.
તમીમ ઇકબાલની ક્રિકેટ કારકિર્દી
તમીમ ઈકબાલે વર્ષ 2007માં બાંગ્લાદેશ તરફથી ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેણે વર્લ્ડ કપ 2007માં ટીમ ઈન્ડિયા સામે શાનદાર અડધી સદી ફટકારીને પોતાની ઓળખ બનાવી હતી અને ભારતીય ટીમને વર્લ્ડ કપમાંથી બહાર કરવામાં પોતાની ભૂમિકા ભજવી હતી. તમીમ ઈકબાલે ODI ક્રિકેટમાં પોતાના દેશ માટે સૌથી વધુ 8313 રન બનાવ્યા છે અને આ દરમિયાન તેણે સૌથી વધુ 14 સદી પણ ફટકારી છે. બાંગ્લાદેશ માટે વનડેમાં સૌથી વધુ રન બનાવવાની સાથે તમીમ સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી પણ છે.
તમિમે 241 વનડેમાં 36.62ની એવરેજથી 8313 રન બનાવ્યા છે, જેમાં 14 સદી અને 56 અડધી સદી સામેલ છે. તે જ સમયે, ટેસ્ટ ફોર્મેટમાં, તમિમ બાંગ્લાદેશ માટે 70 મેચમાં 38.89 ની સરેરાશથી 5134 રન બનાવ્યા છે, જેમાં 10 સદી અને 31 અડધી સદી જોવા મળી છે. T20 ઇન્ટરનેશનલમાં, તમિમ બાંગ્લાદેશ માટે 78 મેચ રમ્યો છે અને 24.08ની એવરેજથી 1758 રન બનાવ્યા છે. તમિમે કેપ્ટન તરીકે 37 વનડેમાં બાંગ્લાદેશનું નેતૃત્વ કર્યું, જેમાં ટીમે 21 મેચ જીતી.
એશિયા કપ 2023 સંપૂર્ણ શેડ્યૂલ
30 ઓગસ્ટ – પાકિસ્તાન વિ નેપાળ, મુલતાન (પાકિસ્તાન)
31 ઓગસ્ટ – બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા, કેન્ડી (શ્રીલંકા)
2 સપ્ટેમ્બર – પાકિસ્તાન વિરુદ્ધ ભારત, કેન્ડી (શ્રીલંકા)
3 સપ્ટેમ્બર – બાંગ્લાદેશ વિ અફઘાનિસ્તાન, લાહોર (પાકિસ્તાન)
4 સપ્ટેમ્બર – ભારત વિરુદ્ધ નેપાળ, કેન્ડી (શ્રીલંકા)
5 સપ્ટેમ્બર – અફઘાનિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા, લાહોર (પાકિસ્તાન)
સુપર 4
6 સપ્ટેમ્બર – A1 વિ B1, લાહોર (પાકિસ્તાન)
9 સપ્ટેમ્બર – B1 v B2, કોલંબો (શ્રીલંકા)
10 સપ્ટેમ્બર – A1 v A2, કોલંબો (શ્રીલંકા)
12 સપ્ટેમ્બર – A2 v B1, કોલંબો (શ્રીલંકા)
14 સપ્ટેમ્બર – A1 v B1, કોલંબો (શ્રીલંકા)
15 સપ્ટેમ્બર – A1 v B2, કોલંબો (શ્રીલંકા)
17 સપ્ટેમ્બર – ફાઇનલ, કોલંબો (શ્રીલંકા)
આ પણ વાંચો:T20 Cricket/રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ભારતને 4 રનથી હરાવ્યું,
આ પણ વાંચો;Cricketer Retirement/ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક નિવૃત્તિની કરી જાહેરાત, ક્રિકેટ જગતમાં ફેલાઈ નિરાશા
આ પણ વાંચો:Cricket/વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ બે ખેલાડીઓ અનફિટ,રમવાની સંભાવના નહીંવત!
