T20 WC 2024/ T20 વર્લ્ડ કપ સુરક્ષામાં મોટી ચૂક, રોહિતને મળવા ઘૂસી આવ્યો…

પરંતુ આ ઘટનામાં રોહિત શર્માનું રિએક્શન જોવા જેવું હતુ. રોહિત શર્મા પોલીસકર્મીને ચાહક સાથે સારું વર્તન કરવા કહી રહ્યો છે. બાંગ્લાદેશ તરફથી મહમુદુલ્લાહ…..

Trending T20 WC 2024 Sports

New York: ભારતે શનિવારે ટી20 વર્લ્ડ કપની પોતાની એકમાત્ર વોર્મ-અપ મેચમાં બાંગ્લાદેશને 60 રને હરાવ્યું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરી પાંચ વિકેટે 182 રન બનાવ્યા બાદ બાંગ્લાદેશને નવ વિકેટે 122 રને અટકાવી દીધી હતી. દરમિયાન, ભારતની ફિલ્ડિંગ વખતે એક ચાહક(ફેન) સુરક્ષા પ્રોટોકોલ તોડીને રોહિત શર્માની નજીક પહોંચી ગયો હતો. જોકે, પોલીસે તરત જ પકડી લીધો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. થોડીવાર માટે તો મેચને રોકી દેવી પડી હતી.

પરંતુ આ ઘટનામાં રોહિત શર્માનું રિએક્શન જોવા જેવું હતુ. રોહિત શર્મા પોલીસકર્મીને ચાહક સાથે સારું વર્તન કરવા કહી રહ્યો છે. બાંગ્લાદેશ તરફથી મહમુદુલ્લાહ (40) અને શાકિબ અલ હસને (28) છઠ્ઠી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરીને ટીમને ખરાબ હારમાંથી બચાવી હતી. ભારત તરફથી અર્શદીપ સિંહ અને શિવમ દુબેએ બે-બે જ્યારે જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી હતી.

અગાઉ સંજુ સેમસને કેપ્ટન રોહિત શર્મા (19 બોલમાં 23 રન) સાથે ભારતીય ઇનિંગની શરૂઆત કરી હતી, પરંતુ તે છ બોલમાં માત્ર એક રન બનાવી શક્યો હતો. કોહલી પ્રેરટિસ મેચનો ભાગ બન્યો ન હતો. હાર્દિક પંડ્યાએ ઘણા શોટ માર્યા, જેમાં 23 બોલમાં 40 રને અણનમ રહ્યો હતો. સૂર્યકુમાર યાદવે (31) બોલમાં 44 રન સાથે ભાગીદારી નોંધાવી હતી. ભારતીય ટીમ 5 જૂને આયર્લેન્ડ સામે ટી-20 વર્લ્ડ કપથી મેચ જીતવાનો પ્રારંભ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ પહેલા ઇંગ્લેન્ડની ટીમના આ ખેલાડી પર મૂકાયો પ્રતિબંધ, જાણો શું છે કારણ

આ પણ વાંચો: ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ યજમાન અમેરિકાને લઈને ICCને કરી ફરિયાદ

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ પહેલા માઈકલ ક્લાર્કે રોહિત શર્મા એન્ડ કંપની માટે આપી ચેતવણી