ગાંધીનગર/ રૂપાલની પલ્લીને લઈને સામે આવ્યા મોટા સમાચાર, જાણો આ વર્ષે યોજાશે કે નહીં..

વરદાયિની માતા રૂપાલના ટ્રસ્ટી નીતિન પટેલે માહિતી આપતા જણાવ્યું કે, 15 ઓક્ટોબર આસો સુદ 9 ના દિવસે રૂપાલની પલ્લી નીકળશે…

Top Stories
રૂપાલની પલ્લી

ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે પરંપરાગત દરવર્ષે નિકળતી પલ્લી નિકળશે કે નહીંતેના વિશે જાણવા માટે લોકો આતુર છે  ભાવિકો માતાજીની પલ્લી માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ રુપાલમાં વરદાયિની માતાજીના મંદિરે પલ્લી મેળો થશે કે નહીં તેને લઈને હાલ મોત સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરના રૂપાલની પલ્લી કોરોના ગાઈડલાઈન સાથે પરંપરાગત પલ્લી નીકળશે. આ વર્ષે રૂપાલમાં મેળો નહિ યોજાય પણ પલ્લીના દર્શન થશે. માત્ર ગામના લોકો જ પલ્લીમાં હાજર રહી શકશે.

આ પણ વાંચો :શિવાંશની માતાનું મૂળ વડોદરામાં, કંપનીમાં પિતા સચિન સાથે કામ કરતી હોવાની શંકા

આપને જણાવી દઈએ કે,સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આજે વરદાયિની માતાજીના મંદિરે પહોચ્યા હતાં અને ભક્તિભાવપૂર્વક પૂજન કરીને તેઓએ માતાજીની આરતી કરી હતી. એ સમયે કલેક્ટર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

વરદાયિની માતા રૂપાલના ટ્રસ્ટી નીતિન પટેલે માહિતી આપતા જણાવ્યું કે, 15 ઓક્ટોબર આસો સુદ 9 ના દિવસે રૂપાલની પલ્લી નીકળશે. આસો સુદ 9 ના દિવસે માતાજી પરંપરા પલ્લી નીકળશે. પરંતુ આ વર્ષએ માત્ર ગામના લોકો પલ્લીમાં ભાગ લઈ શકશે. પલ્લી નિમિત્તે યોજાતો મેળો આ વખતે નહિ યોજાય. સોશિયલ ડિસ્ટન્સ સાથે પલ્લીનું આયોજન કરાશે.

આ પણ વાંચો : નવરાત્રીના ગરબા જોઇને આવી રહેલા આશાસ્પદ યુવકનું અકસ્માતમાં મોત, પરિવારમાં ફેલાયો ગમગીનીનો માહોલ

ઉલ્લેખનીય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી આ કહેવત ખૂબ જ પ્રચલિત હોવાની સાથે સાથે આપણા વ્યવહારુ જીવનમાં પણ ક્યાંક ને ક્યાંક વિશ્વાસ સાથે આ વાત વર્ણવેલી છે. જોકે શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે પાતળી ભેદરેખા રહેલી છે તેવી પરિસ્થિતિમાં ધાર્મિક ચમત્કારને વૈજ્ઞાનિકો તથા સાયન્સ ની રીતે જોઈ રહ્યા છે. જોકે અહીં જોવા મળેલી આ બાબતને લોકો ચમત્કાર અને શ્રદ્ધાથી જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : દારૂના નશામાં એક યુવક રેલ્વેના ટ્રેક પર સુઈ ગયો, પછી જે થયું..

આ પણ વાંચો :ગાંધીનગરમાં સામાન્ય બોલાચાલી બાદ અજાણ્યા શખ્સોએ હોટલકર્મીની કરી હત્યા