- અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અંગે મોટા સમાચાર
- સક્રિય રાજકારણમાં આવી શકે છે ફૈઝલ પટેલ
- મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં આપ્યા સંકેત
- અચાનક ફૈઝલ પટેલે મન બદલ્યું
- અગાઉ કહ્યું હતું, રાજકારણમાં નહીં આવું
- હવે કહ્યું, હાઈકમાન્ડ કહેશે તો ચૂંટણી લડીશ
- અત્યારે અમદાવાદ કોર્પોરેશનના પ્રચારમાં ઉતર્યા
- આગામી સમયમાં થઈ શકે છે મોટી જાહેરાત
- ફૈઝલ પટેલના રાજકારણ પ્રવેશ અંગે અનેક તર્ક વિતર્ક
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે, ત્યારે ગુજરાતનાં રાજકારણમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમા ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છેે, તેવામાં હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
Court: બાળકીને જાહેરમાં તરછોડી દેનારા બે આરોપીઓના પુરાવાના અભાવના લીધે મળ્યા જામીન
આપને જણાવી દઇએે કે, અહેમદ પટેલનાં પુત્ર ફૈઝલ પટેલ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં ફૈઝલ પટેલે સક્રિય રાજકારણમાં આવી શકે છે તેવા સંકેત આપ્યાં છે. અચાનક ફૈઝલ પટેલે મન બદલ્યુ હોય તેવા સંકેત તેમણે આપ્યા છે. આપને જણાવી દઇએ કે, આ અગાઉ ફૈઝલ પટેલે રાજકારણમાં નહી આવવાનું કહ્યુ હતુ. જ્યારે હવે તેમણે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, હાઈકમાન્ડ કહેશે તો ચૂંટણી લડીશ. હાલમાં તેઓ અમદાવાદ કોર્પોરેશનનાં પ્રચારમાં ઉતર્યા છે. ફૈઝલ પટેલે મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીતમાં આપેલા આ સંકતથી આગામી સમયમાં મોટી જાહેરાત થઇ શકે છે. આ પહેલા ફૈઝલ પટેલનાં રાજકારણ પ્રવેશ અંગે અનેકો તર્ક વિતર્ક હતા.
Political / ઉન્નાવ મામલે રાહુલ-પ્રિયંકાએ યોગી સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અહેમદ પટેલનાં નિધન બાદ તેમના પરિવારે એક નિર્ણય લીધો હતો. દીકરા ફૈઝલ અને દીકરી મુમતાઝે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતુ કે, અહેમદ પટેલનો હેતુ લોકોની મદદનો રહ્યો હતો તેથી પરિવાર પણ રાજકારણથી દૂર રહેશે અને તેમની સેવાકીય પ્રવૃત્તિઓને આગળ ધપાવશે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
