થોડા દિવસ ગુજરાતની જાણીતી ગાયિકા વૈશાલી બલસારાની કારમાંથી મૃતદેહ આવ્યો હતો જે મામલે હાલ મોટો ખોલાસો થયો છે. આ મામલે વૈશાલીની મિત્ર બબીતા જ મુખ્ય ષડયંત્રકારી હોવાનો દાવો વલસાડ પોલીસે કર્યો છે. એવી માહિતી મળી છે કે વૈશાલીની હત્યા માટે તેની મિત્ર બબીતાએ જ પ્રોફેશનલ કિલરને સોપારી આપી હતી. આ માટે આઠ લાખ રૂપિયા નકકી કરવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે બબીતા પાસે 25 લાખ રુપિયા માગતી હતી.
હત્યા અંગે અનેક શંકા કુશંકાઓ ઉદભવી વલસાડની જાણીતી ગાયિકા વૈશાલી બલસારા ઘરેથી કંઈ પણ કહ્યા વિના ચાલી ગયા બાદ તેનો મૃતદેહ પારડી નજીક પાર નદીમાં પાર્ક કરેલી બલેનો કારમાં મળી આવી હતી. જોકે તેની હત્યા અંગે અનેક શંકા કુશંકાઓ ઉદભવી રહી હતી. જે બાબતે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. નજીકના વ્યક્તિએ હત્યા કરી હોવાની આશંકા સેવાઇ રહી હતી તે સાચી પૂરવાર સાબિત થઇ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત મોકલવામાં આવી હતી.
તપાસમાં એવો ખુલાસો થયો છે કે વૈશાલીએ બબીતાને 25 લાખ રૂપિયા આપ્યા હતા. વૈશાલી રકમ પરત માંગી રહી હતી. બીજી તરફ બબીતા આ પૈસા આપવા માટે તૈયાર ન હતી. વૈશાલીએ જ્યારે પૈસા પરત મેળવવા માટે દબાણ વધાર્યું તો બબીતાએ તેણીના એક ફેસબુક ફ્રેન્ડને વૈશાલીની હત્યાની સોપારી આપી દીધી હતી. બબીતાએ આઠ લાખ રૂપિયામાં વૈશાલીની હત્યા માટે સોપારી આપી હતી. આ મામલે વલસાડ પોલીસે બબીતાની ધરપકડ કરી લીધી છે.
વલસાડ શહેર નજીક સેગવી ગામમાં પરિવાર સાથે રહેતી સિંગર વૈશાલી બલસારા 27 ઓગષ્ટની સાંજે ઐઅપ્પા મંદિર નજીક એક મહિલાને આપેલા ઓછીનાં આપેલા રૂપિયા લેવા પોતાની કાર લઈને ગઈ હતી. વૈશાલી બલસારા ગુમ થઈ હોવાની જાણ સીટી પોલીસ મથકે હિતેશ બલસારાએ કરી હતી. રવિવારે વૈશાલી બલસારાની લાશ પાર નદી કિનારે અવારું જગ્યાએથી બંધ કારમાં મળી હતી. સ્થાનિક લોકોએ પારડી પોલીસને ઘટનાની જાણ કરતા પારડી પોલોસે લાશનો કબ્જો મેળવ્યો હતો. અને LCB, SOG, પારડી, વલસાડ સીટી અને ટેક્નિકલ સર્વેલન્સની ટીમો મળીને કુલ 8 ટીમો બનાવવામાં આવી હતી.
પ્રખ્યાત ગાયિકા વૈશાલી બલસારા એક જાણીતું નામ છે. તેના પતિ હિતેશ બલસારા પણ એક ગાયક છે. આ સાથે જ સ્ટેજ શોમાં તે ગિટાર પણ વગાડે છે. શનિવારે રાત્રે બે વાગ્યે પતિ હિતેશ બલસારાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ બાદ, તેમની પત્ની ઘરેથી ક્યાંક નીકળી ગઈ હોવાની જાણકારી આપતી પોલીસને અરજી પણ આપી હતી. આ બાદ, રવિવારે પારડી નજીક પાર્ક કરેલી કારમાંથી વૈશાળીનો મૃતદેહ મળી આવતા તેની હત્યા અંગે અનેક સવાલો ઉભા થયા હતા.
આ પણ વાંચો:સાંસદ નિશિકાંત દુબે અને મનોજ તિવારી સહિત 9 લોકો સામે FIR, આ છે આરોપ
આ પણ વાંચો:યુવતીની વારંવાર સગાઇ તોડાવી નાખવા વોટ્સએપ ઉપર મંગેતરને ધમકી, જાણો શું છે સમગ્ર ઘટના