Not Set/ #Bihar/ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ડાંસનું કરાયુ આયોજન, તંત્ર ઘોર નિંદ્રામાં

કોરોના સંકટને ધ્યાનમાં રાખીને છેલ્લા 54 દિવસથી સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. દેશમાં કોરોના ચેપ 1 લાખને વટાવી ગયો છે, જ્યારે અત્યાર સુધીમાં 3,303 લોકોનાં મોત નીપજ્યાં છે. લોકડાઉન દરમિયાન પોલીસ સતત પેટ્રોલીંગ કરી રહી છે અને લોકડાઉનનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકોને સામાજિક અંતરને અનુસરવાની સલાહ આપવામાં આવી […]

India
34592bceaa73846af84e2cade99857c8 1 #Bihar/ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ડાંસનું કરાયુ આયોજન, તંત્ર ઘોર નિંદ્રામાં

કોરોના સંકટને ધ્યાનમાં રાખીને છેલ્લા 54 દિવસથી સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. દેશમાં કોરોના ચેપ 1 લાખને વટાવી ગયો છે, જ્યારે અત્યાર સુધીમાં 3,303 લોકોનાં મોત નીપજ્યાં છે. લોકડાઉન દરમિયાન પોલીસ સતત પેટ્રોલીંગ કરી રહી છે અને લોકડાઉનનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકોને સામાજિક અંતરને અનુસરવાની સલાહ આપવામાં આવી રહી છે. આ કોરોનાકાળ દરમિયાન એક એવા દ્રશ્યો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે જેને જોઇ તમે પણ ચોંકી જશો.

આપને જણાવી દઇએ કે, ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ડાન્સ કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સમસ્તીપુર જિલ્લાનાં વિભૂતિપુર પોલીસ સ્ટેશન વિસ્તારની મધ્ય શાળામાં, આ સમયગાળા દરમિયાન, સામાજિક અંતરને બિલકુલ પણ ધ્યાનમાં રાખવામાં નહોતુ આવ્યુ. મધ્ય શાળામાં આવેલા ક્વોરેન્ટાઇન સેન્ટરમાં, તંત્ર દ્વારા ડાંસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં અશ્લીલ ગીતો વગાડવામાં આવ્યા હતા. આપને જણાવી દઇએ કે પરપ્રાંતિય મજૂરોને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. હવે શાળામાં ડાંસ કાર્યક્રમનાં કલાકારોના પ્રવેશ પર એક સવાલ ઉભો થયો છે. સવાલ ઉભા થવા લાગ્યા કે આખરે કોની ઇચ્છા પર ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ડાંસનું આયોજન કરવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ એડિશનલ કલેક્ટરનું નિવેદન આવ્યું છે. તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે, અમે આ કેસની નોંધ લીધી છે અને તેના પર કાર્યવાહી કરવામાં આવશે. અમે ત્યાં ટીવીની વ્યવસ્થા કરી છે. વહીવટ ત્યાં બહારથી કોઈ મનોરંજનની મંજૂરી આપતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.