પટણાઃ બિહારમાં આ રીતે બોટ ઊંધી વળવી કંઈ નવી વાત રહી નથી. છેલ્લા દસ વર્ષના આંકડાનું વિશ્લેષણ કરીએ તો એનસીઆરબીના આંકડા મુજબ બિહાર 421 મોત સાથે બીજા ક્રમે છે, જ્યારે ઉત્તરપ્રદેશ 441 મોત સાથે પ્રથમ ક્રમે છે. તેના પછીના ક્રમે મધ્યપ્રદેશ 361 મોત સાથે આવે છે. જ્યારે ઓડિશા 339 મોત સાથે ચોથા ક્રમે આવે છે.
બિહારમાં 2012થી 2021 દરમિયાન અકસ્માતોના કુલ બનાવોમાં બોટ ઊંધી થવાથી થતાં મોતનો હિસ્સો 12.2 ટકા છે. આમ કુલ અકસ્માતોમાં બોટ ઊંધી વળવાની ઘટનાનાના બનાવમાં તે 12.2 ટકા સાથે બીજા ક્રમે આવે છે. આ ઉપરાંત તે 2014, 2016,2017, 2018 અને 2019ના આંકડા મુજબ બોટ દુર્ઘટનામાં મોતના આંકડાની રીતે ત્રીજા નંબરે આવે છે.
એનસીઆરબીના છેલ્લા દસ વર્ષના આંકડા મુજબ કુલ 3,457 લોકો બોટ ઊંધી વળવાની ઘટનાના લીધે મૃત્યુ પામ્યા છે. 2012માં બોટ ઊંધી વળવાના લીધે સૌથી વધુ 685 લોકો ડૂબવાના લીધે મૃત્યુ પામ્યા હતા. જ્યારે 2021માં કુલ 259 લોકોના મોત થયા હતા.
એએન સિંહા ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્ટડીઝના ભૂતપૂર્વ ડિરેક્ટર ડીએમ દિવાકરે જણાવ્યું હતું કે બિહારમાં બોટ ઊંધી વળવાના લીધે ડૂબવાની ઘટનાઓ દર્શાવે છે કે રાજ્ય વિકાસલક્ષી મૂળભૂત પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે. બિહારમાં સૌથી વધારે ફ્લડ ઝોન છે અને કદાચ આ જ કારણે આ દુર્ઘટના જોવા મળે છે. ઘણા બધા પગલાં લેવાયા છે, પરંતુ હજી સુધી આ ઘટનાઓ અટકી નથી.
ગઇકાલે બિહારમાં સરયૂ નદીમાં માંઝીના મટિયાર પાસે ઓવરલોડેડ બોટ પલ્ટી ખાઈ જતા ત્રણ જણા ડૂબી ગયા છે અને તેમના મૃતદેહ મળ્યા છે. જ્યારે બીજા 18થી વધુ લોકો લાપતા છે. તેમની શોધખોળ ચાલી રહી છે. બોટમાં વહનક્ષમતા કરતાં વધુને વધુ મુસાફરો ભરવાના લીધે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ છે.
બોટમાં 20થી વધુ લોકો સવાર હોવાનો અંદાજ છે. મટિયાર નજીક બોટ સરયુ નદીમાં પલટી ખાતા સનસનાટી મચી ગઈ હતી. લોકો ચિચિયારીઓ પાડવા લાગ્યા હતા. બોટમાં લોકોમાં બહુ ઓછા લોકો તરવાનું જાણતા હોવાનું કહેવાય છે. દુર્ઘટનાની જાણ થતા ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ Delhi/ આજે CM કેજરીવાલ ED સમક્ષ હાજર નહીં થાય, નોટિસ પર આપ્યો જવાબ
આ પણ વાંચોઃ સુરત/ 1 લાખ કરતા વધુ પગાર ધરાવતો SMCનો અધિકારી આસિસ્ટન્ટ સાથે લાંચ લેતા ઝડપાયો
આ પણ વાંચોઃ Ahmedabad/ અસામાજિક તત્વો બન્યા બેફામ! સરકારી સ્કૂલમાં આગ ચાંપી

