બિહારમાં મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ જેડીયુ વિધાનસભામાં પોતાની સ્થિતિ મજબૂત કરવા પ્રયાસ કરી રહી છે. તે અન્ય પક્ષના ધારાસભ્યોને ઝડપથી પાર્ટીમાં સામેલ કરી રહી છે. આ સંબંધમાં ગુરુવારે મોટા સમાચાર મળ્યો છે કે બિહારમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના પાંચ ધારાસભ્યો નીતીશ કુમારને મળ્યા હતા અને તમામ ધારાસભ્યો જેડીયુમાં ટૂંક સમયમાં જોડાવાનું શક્ય છે.
આપને જણાવી દઇએ કે, આ પહેલા બિહારના બસપાના એકમાત્ર ધારાસભ્ય જેડીયુમાં જોડાયા છે. એલજેપીના એકમાત્ર ધારાસભ્યએ પણ તાજેતરમાં જ મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે મુલાકાત કરી છે.
ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમના પાંચ ધારાસભ્યો મુખ્ય પ્રધાનનાં નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને નીતીશ કુમારને મળ્યા હતા. આ બેઠક પાર્ટીના ધારાસભ્ય પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ અખ્તરુલ ઇમાનના નેતૃત્વમાં થઈ હતી. આ પ્રસંગે બિહારના સંસદીય બાબતોના મંત્રી વિજય કુમાર ચૌધરી પણ હાજર હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
