Not Set/ Birthday special/ કરણ જોહર, સ્મૃતિ ઈરાની, મોની રોય સહિત આ સેલેબ્સે એકતા કપૂરને પાઠવી જન્મદિવસની શુભેચ્છા

‘ટીવી ક્વીન’ તરીકે જાણીતી પ્રખ્યાત પ્રોડ્યુસર એકતા કપૂર 7 જૂને પોતાનો 45 મો જન્મદિવસ મનાવી રહી છે. તેનો જન્મ બોલિવૂડના દિગ્ગજ એક્ટર જીતેન્દ્ર અને શોભા કપૂરના ઘરે થયો હતો. તેમણે પ્રખ્યાત ટીવી સિરીયલો, ફિલ્મોથી લઈને વેબ સિરીઝ બનાવી છે. તેને હમ પાંચ, કુસુમ, ક્યોકી સાસ ભી કભી બહુ થી, કહાની ઘર ઘર કી, કસોટી જિંદગી […]

Uncategorized
2323efea36a40cc3710c5bd8cff8ad9a Birthday special/ કરણ જોહર, સ્મૃતિ ઈરાની, મોની રોય સહિત આ સેલેબ્સે એકતા કપૂરને પાઠવી જન્મદિવસની શુભેચ્છા

‘ટીવી ક્વીન’ તરીકે જાણીતી પ્રખ્યાત પ્રોડ્યુસર એકતા કપૂર 7 જૂને પોતાનો 45 મો જન્મદિવસ મનાવી રહી છે. તેનો જન્મ બોલિવૂડના દિગ્ગજ એક્ટર જીતેન્દ્ર અને શોભા કપૂરના ઘરે થયો હતો. તેમણે પ્રખ્યાત ટીવી સિરીયલો, ફિલ્મોથી લઈને વેબ સિરીઝ બનાવી છે.

તેને હમ પાંચ, કુસુમ, ક્યોકી સાસ ભી કભી બહુ થી, કહાની ઘર ઘર કી, કસોટી જિંદગી કી, પવિત્ર રિશ્તા, કસમ સે, બળે અચ્છે લગતે હૈ, નાગિન, યે હૈ મોહબ્બતે સહિત ઘણી હીટ સિરિયલ્સની નિર્માણ કર્યું. વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ, શોર ઇન ધ સીટી જેવી ફિલ્મો પણ બનાવી છે. આ ખાસ મોકા પર કારણ જોહર, સ્મૃતિ ઈરાની, હીના ખાન, દિવ્યાંકા ત્રિપાઠી, મોની રોય, સહિતના ઘણા હસ્તિઓએ સોશિયલ મીડિયા દ્વારા એકતા કપૂરને જન્મદિવસ શુભેચ્છા પાઠવી છે.

કરણ જોહરે એકતા કપૂર સાથે ફોટો શેર કર્યો અને લખ્યું – તમે મારા માટે ખૂબ જ ખાસ છો. હું આતુરતાથી તમારી અને શોભા આન્ટી સાથે ડિનરની રાહ જોઈ રહ્યો છું.

સ્મૃતિ ઈરાનીએ એકતા કપૂરના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા એક સુંદર વીડિયો શેર કર્યો છે. આમાં ‘કભી સાસ ભી કભી બહુ’ ની લગભગ આખી સ્ટાર કાસ્ટે  તેને અભિનંદન પાઠવ્યા છે.

મોની રોયે એકતા સાથે ફોટો શેર કરતા તેની ખુબ જ પ્રશંસા કરી છે.

View this post on Instagram

Even though I should mention ♾ things that wouldn’t have happened if she @ektarkapoor wasn’t born, am just gonna note down a few here on this happy occasion of her happy happy birthday💓🥳 ~ 1. (Starting with the obvious) there wouldn’t be a “Balaji Telefilms” and many of us would be jobless 😏 2. The saas es and the bahu s wouldn’t be the stars of the indian household☺️ 3. The most famous indian ‘soap’ would be lifeboy😬 4. The torrid reel to real life on set love stories wouldn’t have transpired🥰 5. “Shapeshifting snakes” wouldn’t be as cool ♥️😎 6. The gram wouldn’t have stolen the idea of boomerangs 😜(you practicality invented it ) 7. Saari bindi and jhumkis would be a lot less sexy.🤷🏻‍♀️ 8. We wouldn’t have known the concept of a rock solid leader, guide and a friend 🌹 Jokes & fun aside, you are lovelier and more special than all the prose & poetry compiled together and I pray you smile bright today & erry’day … happyyyyy birthday my dearest ekta maam🌷 I LOVEE YOU very much..

A post shared by mon (@imouniroy) on

ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ એકતા કપૂરને જન્મદિવસ શુભેચ્છા પાઠવી.

‘કસોટી જિંદગી કી 2’માં અનુરાગની ભૂમિકા નિભાવનાર અભિનેતા પાર્થ સમથાને એકતાની શુભેચ્છા પાઠવી છે.

અનીતા હસનંદનીએ એકતા કપૂર સાથે ફોટો શેર કરીને અભિનંદન પાઠવ્યા.

નાગિન 4 માં જોવા મળી રહેલ રશ્મિ દેસાઇએ એકતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.