બોલિવૂડ એક્ટ્રેસ નીતુ કપૂર આજે તેમનો 62 મો જન્મદિવસ માનવી રહ્યા છે. પતિ રિષિ કપૂરના નિધન બાદ નીતુ કપૂરનો આ પહેલો જન્મદિવસ છે. 2 મહિના પહેલા પતિ ગુમાવનારા નીતુ કપૂર અને આખા કપૂર પરિવાર માટે આ ખૂબ ભાવનાત્મક સમય છે. નીતુ કપૂર અને રિષિ કપૂર બોલિવૂડના પ્રિય કપલમાં હતા. આ બંનેની લવ સ્ટોરી પણ એટલી જ ખાસ હતી. આજે નીતુ કપૂરના જન્મદિવસ નિમિત્તે આજે જાણીએ તેમની લવસ્ટોરી વિશે કેટલીક ખાસ વાતો…
અભિનેતા રિષિ કપૂર અને અભિનેત્રી નીતુ સિંહની પહેલી મુલાકાત વર્ષ 1974 માં ‘ઝહરીલા ઇન્સાન’ ફિલ્મના સેટ પર થઇ હતી.આ સમય દરમિયાન નીતુ માત્ર 15 વર્ષના હતા. બંને ફિલ્મના સેટ પર મળ્યા હતા. જે બાદ બંને વચ્ચે મિત્રતા થઇ. ટૂંક સમયમાં જ તે બંને સારા મિત્રો બની ગયા. રિષિ સેટ પર નીતુને હેરાન કરતા હતા.

આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. પણ પછી એ જ વસ્તુ પ્રેમમાં ફેરવાઈ. નીતુને મળતા પહેલા રિષિ કપૂરની એક ગર્લફ્રેન્ડ હતી.જ્યારે રિષિની ગર્લફ્રેન્ડ તેના પર ગુસ્સે થતી હતી, ત્યારે તેની મિત્ર નીતુ રિષિની ગર્લફ્રેન્ડ માટે લવ લેટર્સ લખતા હતા.

ઘણી વાર રિષિએ નીતુ પાસે તેમની ગર્લફ્રેન્ડ માટે લવ લેટર પણ લખાવ્યા છે. આ રીતે, બંને એકબીજાની નજીક થવા લાગ્યા. બંનેએ મોટાભાગનો સમય સાથે જ વિતાવવાનું શરૂ કર્યું.રિષિ કપૂર અને નીતુ બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. બંનેએ સાથે મળીને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. નીતુનું રિષિનાં ઘરે આવવું સામાન્ય બની ગયું.
પિતા રાજ કપૂરને રિષિ અને નીતુના સંબંધોમાં કોઈ ખાસ સમસ્યા નહોતી. પિતા રાજ કપૂરે કહ્યું કે, જો બંને તેમના સંબંધોને લઈને ગંભીર છે, તો લગ્ન કરી લો.નીતુની માતા રિષિ કપૂર અને નીતુ સિંહના પ્રેમથી ખુશ ન હતા. તે નીતુને તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા કહેતા. પરંતુ પાછળથી, તેમણે પણ સંમત થઈ ગયા અને છેવટે, 11 જાન્યુઆરી 1980 ના રોજ, રિષિ અને નીતુએ ધામધૂમતી લગ્ન કર્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
