લૌંગી એ ખેડૂતોનાં ખેતરોમાં પાણી પહોંચાડ્યું. લૌંગી ભુઈયાને ગામનાં યુવક પોતાની પત્ની અને બાળકોને રોજગાર માટે ઘરે મૂકીને જતા રહે તે સહન ન થઇ શક્યુ. તેમનું કહેવું છે કે, 20 વર્ષ પહેલાં 2001 માં, તેઓ પલાયનથી દુ:ખી થયા હતા અને નહેર ખોદવાનો નિર્ણય કર્યો હતો. તેમણે નિરીક્ષણ કર્યું કે જ્યાં પશુઓ પાણી પીવા જાય છે, ત્યાં પાણીનો વિશાળ સ્ત્રોત છે. અહીંથી, નહેર ખોદ્યા પછી ખેતરમાં પાણી લેવામાં આવે છે.
આ પણ વાંચો – આજથી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષાનો પ્રારંભ
બીજા જ દિવસથી (ઓગસ્ટ 2001), તેણે બંગેઠા સાગવાહી જંગલમાંથી એકલા નહેરને ખોદવાનું શરૂ કર્યું. નહેરમાંથી આવતા પાણી એકત્રિત કરવા માટે જળ સંચય વિભાગનાં અધિકારીઓએ મોટી પટ્ટી બનાવી દીધી છે. તેનું નામ લૌંગી આહર રાખવામાં આવ્યું છે. ચીફ વિશુનપતસિંહ ભોક્તા કહે છે કે લૌંગી વધુ કામ માટે સરકારની મદદ માંગી રહ્યા છે. અમે આ ગોઠવણ કરી રહ્યા છીએ. લૌંગી કહે છે કે તેઓ હાથમાં કુહાડી, ખંતી અને ટાંગી લઇને નીકળતા હતા. જ્યારે તેમણે ખોદકામ શરૂ કર્યું ત્યારે લોકોએ તેમની મજાક ઉડાવી. લોકો ગાંડા કહેવા લાગ્યા. પરંતુ તેઓએ તેમા ધ્યાન ન આપ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકે
