Not Set/ Birthday/ આ સવાલનો શાનદાર જવાબ આપીને મિસ ઇન્ડિયા બની હતી સુષ્મિતા સેન

બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન 19 નવેમ્બરના રોજ પોતાનો 44 મો જન્મદિવસ મનાવી રહી છે. આ દિવસોમાં તે પોતાના બાળકો અને પરિવાર સાથે ફિલ્મ્સથી દૂર સમય પસાર કરી રહી છે, પરંતુ તેની સુંદરતા આજે પણ યથાવત્ છે. આ ખાસ પ્રસંગે, અમે તમને અભિનેત્રીને લગતું એક સ્ટોરી કહેવા જઈ રહ્યા છીએ, જેના કારણે તેણે 1994 માં મિસ […]

Uncategorized

બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન 19 નવેમ્બરના રોજ પોતાનો 44 મો જન્મદિવસ મનાવી રહી છે. આ દિવસોમાં તે પોતાના બાળકો અને પરિવાર સાથે ફિલ્મ્સથી દૂર સમય પસાર કરી રહી છે, પરંતુ તેની સુંદરતા આજે પણ યથાવત્ છે. આ ખાસ પ્રસંગે, અમે તમને અભિનેત્રીને લગતું એક સ્ટોરી કહેવા જઈ રહ્યા છીએ, જેના કારણે તેણે 1994 માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.

ભાગ્યે જ તમને ખબર હશે કે સુષ્મિતા સેન અને ઐશ્વર્યા રાય બંનેએ મિસ ઈન્ડિયા પેગમેન્ટમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધા 1994 માં ગોવામાં થઈ હતી. બંનેએ એકબીજાને કાંટાની ટક્કર આપી હતી. બંનેને જજ તરફથી 9.33 નંબરો મળ્યા. પછી તે નક્કી કરવામાં આવ્યું કે તેમને દરેકને એક જ પ્રશ્ન પૂછવામાં આવશે.

Aishwarya Rai and Sushmita Sen

ન્યાયાધીશે ઐશ્વર્યા રાયને પૂછ્યું, તમે તમારા પતિમાં કવો ગુણ જોવા માંગો છો? આને એશે જવાબ આપ્યો કે મેઇસનની જેમ, કેમ કે અમને બંને ઘણું બધું મળે છે. મેઇસન ખૂબ કેયરિંગ છે અને તેનું સેંસ ઓફ હ્યુમન ખૂબ સારું છે, જે મારા પાત્ર સાથે મેળ ખાય છે. જણાવી દઈએ કે મેઈસન કેપવેલ હોલીવુડ સીરીઝના કેરેક્ટરનું નામ છે.

Sushmita Sen Birthday

આ પછી સુષ્મિતા સેનને પૂછવામાં આવ્યું કે તમે ભારતના કાપડ વિશે શું જાણો છો? તે ક્યારે શરૂ થયું અને તમે શું પહેરવાનું પસંદ કરશો?

સુષ્મિતાએ આનો તેજસ્વી જવાબ આપ્યો. તેમણે કહ્યું, ‘મને લાગે છે કે મહાત્મા ગાંધીજીએ જ્યારે ખાદીના કપડા બનાવવાનું શરૂ કર્યું ત્યારે તેની શરૂઆત થઈ. મને પરંપરાગત અને પશ્ચિમી બંને કપડાં ગમે છે કારણ કે હું તેમને સારી રીતે રાખી શકું છું.’સુષ્મિતાનો જવાબ સાંભળીને ન્યાયાધીશ ખૂબ પ્રભાવિત થયા. આ પછી તેણે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.