Not Set/ BJP પ્રવક્તા સંબિત પાત્રામાં જોવા મળ્યા કોવિડ-19 નાં લક્ષણ, હોસ્પિટલમાં કરાયા દાખલ

વૈશ્વિક મહામારી કોવિ19 નો પ્રકોપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. દેશમાં હવે કોરોનાનાં કેસ દોઢ લાખને પાર પહોંચી ગયા છે. ત્યારે સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલ લોકડાઉન પણ ફેઇલ રહ્યુ હોવાનુ ઘણા નિષ્ણાંતો કહી રહ્યા છે. આ વચ્ચે એક સમાચાર ભાજપનાં પ્રવક્તા સંબિત પાત્રાને લઇને સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર ભારતીય […]

India
ed9f584b2204e66a5f1cdd9bd738d833 1 BJP પ્રવક્તા સંબિત પાત્રામાં જોવા મળ્યા કોવિડ-19 નાં લક્ષણ, હોસ્પિટલમાં કરાયા દાખલ

વૈશ્વિક મહામારી કોવિ19 નો પ્રકોપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. દેશમાં હવે કોરોનાનાં કેસ દોઢ લાખને પાર પહોંચી ગયા છે. ત્યારે સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલ લોકડાઉન પણ ફેઇલ રહ્યુ હોવાનુ ઘણા નિષ્ણાંતો કહી રહ્યા છે. આ વચ્ચે એક સમાચાર ભાજપનાં પ્રવક્તા સંબિત પાત્રાને લઇને સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટીનાં પ્રવક્તા સંબિત પાત્રા પણ કોરોના વાયરસનાં સંક્રમણની લપેટમાં આવી ગયા છે.

સંબંધિત પાત્રામાં કોવિડ-19 નાં ચિન્હો દેખાયા બાદ તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરો તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. જો કે, પક્ષ તરફથી હજી સુધી આ અંગે ઔપચારિક માહિતી આપવામાં આવી નથી. આપને જણાવી દઇએ કે, સંબિત પાત્રા એ ટીવી પર ભાજપનો સૌથી વધુ દેખાતો ચહેરો છે. તે હંમેશાં ટીવી ચેનલોની ચર્ચાઓમાં ભાગ લેતા રહ્યા છે. ટ્વિટર પર તેમના 44 લાખથી વધુ ફોલોવર્સ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહેતા નેતાઓમાં એક છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં 1 લાખ 58 હજારથી વધુ લોકોને અસર થઈ છે અને 4,500 થી વધુ લોકોનાં મોત પણ થયા છે. વળી અત્યાર સુધીમાં 67 હજારથી વધુ લોકો આ રોગથી ઠીક પણ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.