ભાજપની સાત જુલાઈની બેઠક છે. આ બેઠકમાં વધુ કેટલાક BJP Meeting રાજયોના પ્રદેશ પ્રમુખ બદલાવવા અંગે નિર્ણય થઈ શકે છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક સાત જુલાઈએ યોજાવાની છે. ભાજપ કેટલાક વધુ રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ બદલી શકે છે. આવી સ્થિતિમાં રાજ્યોમાં પરિવર્તનની વાત થઈ હતી. આ બેઠકમાં બીએલ સંતોષ પણ હાજર રહેશે. ઉત્તર પ્રદેશના 13 રાજ્યોના નેતાઓની બેઠક બોલાવવામાં આવી છે.
આ બેઠક મહત્વની એટલા માટે છે કેમકે કેટલાય રાજ્યના BJP Meeting પ્રદેશ પ્રમુખની મુદત પૂરી થાય છે. તેથી કેટલાયનું પુનરાવર્તન થઈ શકે છે, કેટલાયની વિદાય થઈ શકે છે અને કેટલાયમાં નવા ચહેરાને તક મળી શકે છે. આ ઉપરાંત ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ અને રાજ્યમાં ભાજપને ઐતિહાસિક વિજય અપાવનારા સીઆર પાટિલનો કાર્યભાર આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખમાં લંબાવવામાં આવે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ બેઠકમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, BJP Meeting ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગુજરાત અને દમણ દીવ-દાદર નગર હવેલીના નેતાઓને બોલાવવામાં આવ્યા છે. ગુજરાતમાંથી આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જશે. આ બેઠકમાં ભાજપના મહત્વના અને વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. ગુજરાતમાં ઘણા સમયથી પરિવર્તનની અટકળો ચાલી રહી છે. આમ ભાજપમાં હાલમાં સંગઠનમાં તળિયાઝાટક ફેરફાર હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ તરીકે નવા ચહેરાને પણ સ્થાન મળે તેમ મનાય છે.
આ પણ વાંચોઃ Stock Market/ શેરબજારમાં અવિરત તેજી જારીઃ સેન્સેક્સ 274 પોઇન્ટ વધ્યો
આ પણ વાંચોઃ લોકસભા ચુંટણી/ ચૂંટણી પહેલા BJPનો મોટો નિર્ણય, ઘણા રાજ્યોના પાર્ટી અધ્યક્ષ બદલ્યા, જુઓ કોને મળી જવાબદારી
આ પણ વાંચોઃ Maharashtra Accident/ મહારાષ્ટ્રમાં વધુ એક ગમખ્વાર અકસ્માતઃ કન્ટેનર હોટેલમાં ઘૂસી જતા સાતના મોત
આ પણ વાંચોઃ Farming Rise/ સારા વરસાદના પગલે કૃષિ વાવેતરમાં દસ લાખ હેક્ટરનો વધારો
આ પણ વાંચોઃ Sainik School/ મહેસાણામાં સૈનિક સ્કૂલનું ઉદઘાટન કરતા અમિત શાહ
