Not Set/ ભાજપનાં રંગમાં હવે TPDનાં સાંસદો પણ રંગાવવા તૈયાર, ચાર સાંસદો જોડાયા

ચંદ્રબાબુ નાયુડુંની ટીડીપી જયારે એનડીએથી છૂટા પડ્યા તે સમયથી જ TDPની મુશ્કેલીઓમાં વધારો દેખાઇ રહ્યો છે. લોકસભાની ચૂંટણી બાદ જ TDP નાં સાંસદો એક પછી એક છુટા પડવા લાગ્યા હતા. પાર્ટીની હાર બાદ જ નાયડુને વીઆઈપીની લીસ્ટમાંથી નીકાળી દેવામાં આવ્યા હતા. આ બધામાં ફરી એક વાર ઝટકો લગાડતી વાત સામે આવતા હવે ફરી એક વાર […]

India
tdp mp join bjp pti ભાજપનાં રંગમાં હવે TPDનાં સાંસદો પણ રંગાવવા તૈયાર, ચાર સાંસદો જોડાયા

ચંદ્રબાબુ નાયુડુંની ટીડીપી જયારે એનડીએથી છૂટા પડ્યા તે સમયથી જ TDPની મુશ્કેલીઓમાં વધારો દેખાઇ રહ્યો છે. લોકસભાની ચૂંટણી બાદ જ TDP નાં સાંસદો એક પછી એક છુટા પડવા લાગ્યા હતા. પાર્ટીની હાર બાદ જ નાયડુને વીઆઈપીની લીસ્ટમાંથી નીકાળી દેવામાં આવ્યા હતા. આ બધામાં ફરી એક વાર ઝટકો લગાડતી વાત સામે આવતા હવે ફરી એક વાર TDP પર સંકટનાં વાદળો દેખાયા છે. TDP નાં રાજ્યસભાનાં ચાર સાંસદોએ સીએમ રમેશ, ટીજી વેંટકેશ, જી મોહન રાવ અને વાયએસ ચોધરી ટીડીપી છોડીને ભાજપમાં સામેલ થવાના છે.

ભાજપનાં કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ ટીડીપીનાં ચાર સાંસદોને વિધિસર રીતે ભાજપમાં સામેલ કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં નડ્ડાએ કહ્યું કે ઘણા લાંબા સમયથી આ સાંસદોનાં મનમાં વિચાર આવતો હતો કે પીએમ મોદીનાં નેતૃત્વમાં જે રીતે દેશ આગળ જઈ રહ્યો છે તે માટે અને આંધ્રનાં વિકાસ માટે તેમણે ભાજપમાં સામેલ થવું જોઈએ. આ સાંસદોએ અધ્યક્ષ અમિત શાહને પત્ર લખીને કહ્યું હતું કે તેઓ ભાજપમાં વિલય કરવા માંગે છે. ત્યાર બાદ અમે સાંસદોને લઈને ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ પાસે ગયા હતા હવે તેઓ ભાજપનાં સભ્યો છે. ટીડીપીનાં રાજ્યસભામાં કુલ છ સાંસદો છે અને ચારનાં રાજીનામા બાદ તેની  સંખ્યા હવે 2 રહી ગઇ છે.

ચંદ્રબાબુ નાયડુએ કહ્યુ કે, પાર્ટી માટે સંકટ નવી વાત નથી. એમને એ પણ જણાવ્યું કે, ચાર સાંસદોએ પાર્ટી છોડી તે પછી પાર્ટી અને રાજ્યનાં વિશેષ દરજ્જો અપાવવા અને રાજ્યનાં હિત માટે ભાજપ સાથે લડાઈ લડી. અમે TDP ને કમજોર કરવા બદલ ભાજપની ટીકા કરીએ છીએ. પાર્ટી માટે સંકટ નવી વાત નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.