Not Set/ CAAની સાચી સમજ લોકો સુધી પહોંચાડવા ભાજપ જનસંપર્ક અભિયાન શરુ કરશે : જીતુ વાઘાણી

ગાંધીનગરમાં ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ મળી હતી. સહસંગઠમંત્રીની આગેવાનીમાં મળેલી બેઠકમાં CAA મુદ્દે ભાજપ જનસંપર્ક અભિયાન કરશે અને CAAની સાચી સમજ લોકો સુધી પહોંચાડશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાજપ યુવા મોરચોના પ્રમુખ ઋત્વિજ પટેલની આગેવાનીમાં આ અભિયાનનો પ્રારંભ થવાનો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ચોક્કસ કોમના લોકોને ભડકાવવાનું કામ કરે છે તેવો […]

Uncategorized
WhatsApp Image 2020 01 01 at 9.46.46 AM 1 CAAની સાચી સમજ લોકો સુધી પહોંચાડવા ભાજપ જનસંપર્ક અભિયાન શરુ કરશે : જીતુ વાઘાણી

ગાંધીનગરમાં ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ મળી હતી. સહસંગઠમંત્રીની આગેવાનીમાં મળેલી બેઠકમાં CAA મુદ્દે ભાજપ જનસંપર્ક અભિયાન કરશે અને CAAની સાચી સમજ લોકો સુધી પહોંચાડશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાજપ યુવા મોરચોના પ્રમુખ ઋત્વિજ પટેલની આગેવાનીમાં આ અભિયાનનો પ્રારંભ થવાનો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ચોક્કસ કોમના લોકોને ભડકાવવાનું કામ કરે છે તેવો ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

વધુમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતું વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશભરમાં સીએએના કાયદા સામે વિરોધનો સુર ઉઠ્યો છે ત્યારે લોકોને આ કાયદાની સાચી સમજ આપવા ભાજપના ઉપક્રમે રાજ્યભરમાં ખાસ જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ જનસંપર્ક અભિયાન અંતર્ગત ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુરુવારે ગુજરાત આવી રહ્યા છે. વડોદરા ખાતે તેમના કાર્યક્રમો  યોજાશે. કેન્દ્રીયમંત્રી અર્જુન મેઘવાળ પણ આવતીકાલે  ગુજરાત આવશે. પાંચ જાન્યુઆરીથી પ્રદેશ ભાજપ વિશેષ જનસંપર્ક અભિયાન શરુ કરશે જેમાં પ્રદેશના હોદ્દેદારો પણ જોડાશે.  એક મહિના સુધી ચાલનારા આ અભિયાનમાં લોકજાગૃતિ માટે 12 જેટલા કેન્દ્રીય નેતાઓ ગુજરાત આવશે.

સીએએ સામે દેશભરમાં થઈ રહેલા વિરોધને ખાળવા ભાજપ કમર કસી રહ્યો છે. જેના ભાગરુપે ગુજરાતમાં સીએએ મુદ્દે જનજાગૃતિ લાવવા જનસંપર્ક અભિયાન શરુ કરાયુ છે. ગુરુવારે ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા આ અભિયાનના ભાગરુપે ગુજરાત આવશે. તેઓ વડોદરામાં તેમજ કેન્દ્રીયમંત્રી અર્જુન મેઘવાળ ભાવનગરમાં કાર્યક્રમ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.