Not Set/ રાજકોટમાં મહિલાઓએ રાહુલ ગાંધીને કેમ ‘સાડી’ પહેરાવી,વાંચો

રાજકોટ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આરએસએસમાં મહિલાઓના ‘શોર્ટ’ પહેરવા  સંદર્ભે કરવામાં આવેલ ટિપ્પણીને લઈને ભાજપના મહિલા મોરચા દ્વારા આજે રાજ્યવ્યાપી દેખાવ કરવામાં આવી રહ્યા છે. મંગળવારે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરી હતી. તેમજ માફી ન માંગે તો ઉગ્ર દેખાવ કરવાની ચીમકી પણ આપી હતી. ત્યારે બુધવારે વહેલી સવારે […]

Top Stories

રાજકોટ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આરએસએસમાં મહિલાઓના ‘શોર્ટ’ પહેરવા  સંદર્ભે કરવામાં આવેલ ટિપ્પણીને લઈને ભાજપના મહિલા મોરચા દ્વારા આજે રાજ્યવ્યાપી દેખાવ કરવામાં આવી રહ્યા છે. મંગળવારે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરી હતી. તેમજ માફી ન માંગે તો ઉગ્ર દેખાવ કરવાની ચીમકી પણ આપી હતી. ત્યારે બુધવારે વહેલી સવારે રાજકોટ સહિત રાજ્યના અલગ અલગ ભાગોમાં ભાજપના મહિલા મોરચાએ કોંગ્રેસ ઉપાધ્યક્ષની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટમાં ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની એવા અંજલીબેન રૂપાણીએ રાહુલ ગાંધીના પુતળાને સાડી પહેરાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ વડોદરામાં વિદ્યાર્થીઓને સંબોધતા એવો સવાલ ઉભો કર્યો હતો કે આરએસએસની શાખામાં મહિલાઓ કેમ શોર્ટ પહેરેલી જોવા નથી મળતી.રાહુલે એમ પણ કહ્યું હતું કે આરએસએસમાં મહિલાઓ જોવા મળતી નથી.

રાહુલ ગાંધીના આ નિવેદનને લઇને ભાજપે ભારે વિરોધ નોંધાવ્યો હતો.રાજકોટના ત્રિકોણાબાગ ખાતે ભાજપની મહિલા મોરચાની બહેનોએ રાહુલ ગાંધીનું પુતળુ બનાવી તેને સાડી પહેરાવી હતી અને પુતળાને ચપ્પલ મારી મહિલાઓ સામે અપમાનજનક ટિપ્પણી બદલ રાહુલ ગાંધી માફી માંગે તેવા સુત્રોચ્ચાર કર્યા હતા. રાજકોટ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં પણ ભાજપ મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધીના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.

રાહુલ ગાંધીના આ નિવેદનનો સુરતમાં પણ ભાજપની મહિલા પાંખે વિરોધ કર્યો હતો.

મહત્વનુ છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષે મંગળવારે સવારે વડોદરા શહેરના સરસયાજીનગર ગૃહ ખાતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જ્યાં સ્ત્રી સશક્તિકરણની વાત કરતા રાહુલે સંઘમાં કોઈ મહિલાઓને સ્થાન  ન મળતુ હોવાનો દાવો કર્યો હતો.