વિશ્વમાં સૌથી વધુ સભ્ય સંખ્યા ઘરાવતા ભાજપ દ્રારા દેશભરનાં તમામ બુથ પર 25 નવા સભ્યો બનાવી ભાજપને મજબુત કરવાની કવાયતો શરુ કરવામાં આવી છે. 130 કરોડ ઉપરાંતની જન સંખ્યા ઘરાવતા ભારતમાં ભાજપની મજબુતાઇ પોતાનાં કાર્યકરો જ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્રારા પણ લોકસભા 2019માં જ્વલંત વિજયનો શ્રેય પોતાનાં કાર્યકરોને આપવામા આવ્યો છે. ત્યારે દેશનાં બાકીનાં ભાગોમાં અને ખાસ કરીને દક્ષીણ ભરાતમાં ભાજપને મજબુત બનાવવાનું હાલ પાર્ટી લક્ષ્યાંક લઇને ચાલી રહી છે. ભાજપ જાણે છે કે “સંધ શક્તિ કલયુગે” અને માટે જ પક્ષને આવતા ભવિષ્ય માટે તૈયાર અને સક્ષમ બનાવવા આ કવાયતો શરુ કરવામા આવી છે.



